જામનગર કલેક્ટર કચેરી માટે કરાર આધારીત કાયદા સલાહકારની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૬ ડીસેમ્બર ૨૪, જામનગર જિલ્લાની કલેકટર કચેરી તેમજ તાબાની પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકાર પક્ષે સબળ રજૂઆત થઈ શકે તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે કલેકટર કચેરી, જામનગર માટે કરાર આધારીત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા સરકારના મહેસુલ વિભાગ દ્વારા મંજુર થયેલ છે.આ જગ્યા પર નિમણુંક આપવા માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવા જરૂરી લાયકાત ધરાવતા વકીલશ્રીઓ કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ ૫(પાંચ) વર્ષથી વધુ હોય તેમજ ઉમર ૫૦ વર્ષથી વધુ ન હોય તેવા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.ઉમેદવારોએ તેમની અરજીઓ નિયત નમુનામાં પોતાના લેટરપેડ ઉપર અથવા કોરા કાગળ ઉપર ભરી જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ તથા બાંહેધરી સાથે તા.૦૨/૦૧/૨૦૨૫ , ૧૮:૧૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્ય બોલીઓ અને શરતો તેમજ તેમણે બજાવવાની રહેતી સામાન્ય ફરજો અને જવાબદારીઓ સરકારશ્રીના વખતો-વખતના હુકમો પ્રમાણે બજાવવાની રહેશે.
અરજીનો નમુનો તથા પરિશિષ્ટ-૧ થી ૩, તથા નિયત નમુનાના ડેકલેરેશન અને બાંહેધરી જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરીયલ શાખા (રૂમ નં.૧૧૦, ૫હેલો માળ) માંથી કચેરી સમય દરમ્યાન મળી શકશે. અધુરી વિગતની કે સંદિગ્ધ અરજીઓ તેમજ મુદત વિત્યા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે તો તેમણે પોતાના ખર્ચે આવવાનું રહેશે.તેમ જિલ્લા કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.