જામનગરમાં પ્રમુખ , સેક્રેટરી અને ખજાનચી બિન હરીફ જાહેર થયા બાદ અન્ય હોદા માટે ચુંટણી યોજાઈ

0
1

જામનગર બાર એસોસિએશન ની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું

  • પ્રમુખ – સેક્રેટરી અને ખજાનચી બિન હરીફ જાહેર થયા બાદ ઉપ પ્રમુખ સહિતના અન્ય હોદ્દા માટે ચૂંટણી યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ડીસેમ્બર ૨૪ , જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી પહેલા પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી થવા પામી હતી,જ્યારે ઉપ પ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દા માટેની આજે ચૂંટણી યોજાઇ છે, જેનું મતદાન ચાલી રહ્યું છે.જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં સતત ૧૨મી વખત પ્રમુખ પદે ભરતભાઇ સુવા ,સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને ખજાનચી પદ માટે રુચિર રાવલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા.જ્યારે ઉપ પ્રમુખ પદ માટે જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા મેદાન મા છે. ઉપરાંત અન્ય બાકીના હોદ્દેદારોની પણ ચૂંટણી યોજાઇ છે, જેનું આજે મતદાન યોજાયું છે. કુલ ૧૧૫૦ વકીલો મતદાન મા ભાગ લઇ રહ્યા છે, અને સાંજે મતદાન પછી તુરતજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.