જામનગર શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે કોમ્બિંગ :12 કેસ કરાયા

0
2

જામનગર શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે હાથ ધરેલા કોમ્બિંગ દરમિયાન દેશી દારૂ અંગેના ૧૨ કેસ કરાયા

  • તમામ સ્થળોએ ૪૦ લીટર દેશી દારૂ,૪૦૦ લીટર કાચો આથો અને ૨૮૦ કિલો ગોળ નો જથ્થો પકડી પાડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ડીસેમ્બર ૨૪ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ની રાહબરી હેઠળ જામનગર શહેરના ખાસ કરીને બાવરીવાસ સહિતના આસપાસના વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને દેશી દારૂ ના ધંધાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી.

જે દરમિયાન ગઈકાલે રાત્રિના અલગ અલગ દેશી દારૂ અંગેના ૧૨ કેસ કરવામાં આવ્યા હતા, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તે અંગે ના ગુન્હા દાખલ કરાયા છે. પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા કુલ ૪૦ લીટર દેશી દારૂ નો જથ્થો કબજે કરાયો હતો, ઉપરાંત ૪૦૦ લીટર દેશી દારૂનો કાચો આથો અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ૨૮૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો પણ કબજે કરી લેવામાં આવ્યો હતો. જે તમામ સામગ્રીનો પોલીસ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ ઉપરાંત એએસપી અક્ષેસ એન્જિનિયર ની રાહબરી હેઠળ શહેર વિભાગના ડીવાયએસપી તથા એલસીબી અને શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઈ. અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.