જામનગરમાં મકાનમાં ભાગના પ્રશ્ને સોની વેપારી ઢીંબાયા : સામસામે ફરિયાદ નોંધાવાઈ

0
1

જામનગરના સોની વેપારી દંપતિ પર મકાનના ભાગના પ્રશ્ને તેના જ ભત્રીજા અને ભત્રીજા વહુનો હુમલો

  • સામા પક્ષે ભત્રીજાએ પણ પોતાના ઉપર હુમલો કરવા અંગે કાકા-કાકી સામે વળતી ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ડિસેમ્બર ૨૪ જામનગરમાં મોટી હવેલી વિસ્તારમાં રહેતા સોની વેપારી દંપતીને મકાનના ભાગના પ્રશ્ને પોતાના જ ભત્રીજા અને ભત્રીજા વહુ સાથે ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયાની પોલીસ ફરિયાદ થઇ છે.જામનગરમાં મોટી હવેલી નજીક કાજીના ચકલા વિસ્તારમાં રહેતા સોની વેપારી અજીતભાઈ રમેશભાઈ મોનાણી (ઉંમર વર્ષ ૫૨) એ પોતાના ઉપર તેમજ પોતાના પત્ની નીતાબેન પર માટલા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના ભત્રીજા હેત મનીષભાઈ મોનાણી અને ભત્રીજાવહુ પ્રીતિબેન મનીષભાઈ મોનાણી સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ભત્રીજા હેત મનીષભાઈ મોનાણીએ પોતાના ઉપર તેમજ પોતાની પત્ની ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવા અંગે પોતાના કાકા અજીતભાઈ રમેશભાઈ મોનાણી અને કાકી નીતાબેન અજીતભાઈ મોનાણી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.