જામનગરના જમીન કેસમાં કાકાની દિકરીના કારસા પર અદાલતનો રૂક જાવનો આદેશ

0
4188

જામનગર તાલુકાના મોટા થાવરિયા ના એક પરિવારના મિલકતના ભાગ અંગેના કેસમાં ‘દેર હૈ પર અંધેર નહી’ નું સૂત્ર સાર્થક થયું

  • પિતરાઈ ભાઈ ના રસ્તા અને વિજળી મેળવવાના મુળભુત હકક છીનવવા કાકાની દિકરીના કારસા પર અદાલતનો રૂક જાવ નો હુકમ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૪ આ કેશની રસપ્રદ હકીકત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામે. ૫૫ વર્ષ પહેલાં ભાયુભાગ પડેલી જમીન અંગે ધીરૂભાઈ ચોવટીયાનો કબજો પણ તે મુજબ સંભાળી અને ત્યારથી ભાગમાં આવેલ જમીનનો કબજો ભોગવટો-વપરાશ ચાલુ હતો.

પરંતુ અચાનક રેવન્યુ પેપર્સમાં ફેરફાર કરી શોભનાબેન તુલસીભાઈ ચોવટીયા એટેલે કે ડો.હિતેન પટેલના પત્નિએ પોતાની મેળે કબજા અંગે અર્થઘટન કરી અને હકુમત ન હોય તેવી સરકારી કચેરીમાં રસ્તામાં ધીરૂભાઈ ચોવટીયાનો હકક હોવા અંગે તદન ગેરકાયદેસર કાર્યવાહિ શરૂ કરી હતી. સૌપ્રથમ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફોજદારી અરજી તેમા ધીરૂભાઈ ચોવટીયાએ વારંવાર પોલીસ સમક્ષ હાજર રહેવુ પડલું. ત્યારબાદ પી.જી.વી.સી.એલ. સમક્ષ વિજ જોડાણ અંગે અરજી કરી માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આથી ધીરૂભાઈએ અદાલતનું શરણ લીધુ હતું, અને અદાલત સમક્ષ પણ પ્રતિવાદી શોભનાબેને જવાબ આપવાની દરકાર કરી ન હતી. પરંતુ મામલતદાર સમક્ષ રસ્તો ન હોવા અંગે દાવો કર્યો હતો.અગાઉ લેન્ડ ગ્રેબીગ દબાણના કેશો ધીરૂભાઈ વિરૂધ્ધ ખાનગી મિલકત દબાણ અંગે મામલતદાર ચિંતિત હતા. પરંતુ કોઈ હુકમ કરી શક્યા નહતા. મામલતદારે કોર્ટ એકટ મુજબ ચાલુ રસ્તો બંધ કરવામાં આવેતો ખુલ્લો કરવા તે રસ્તો બંધ કરવો નહી, તે મામલતદાર પાસે સતા હોય છે.

જે દરમિયાન મામલતદાર એમ.બી.દવે ની ટ્રાન્સફર થઇ હતી, તે છતા ચાર્જ છોડતા પહેલાં ફોટોગ્રાફનું નીરક્ષણ કરી સતા કે હકુમત ન હોવા છતા ફોટોગ્રાફ જોતા “તાજેતરમાં રસ્તો થયો હોય તેવુ જણાય છે” માત્ર ફોટો જોતા રસ્તો કયારથી છે તેવુ દિવ્યજ્ઞાન ધરાવતા હોય કોઈ અગમ્ય કારણસર હુકમ કરી અને હોદાનો ચાર્જ છોડયો હતો.

વાદી તરફે રોકાયેલા એડવોકેટ હેમાંશુ સોલંકી અને કૌશિક પરમારે અદાલત સમક્ષ પ્રતિવાદી મામલતદાર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે કાર્યવાહિ શરૂ કરી હતી.

જે હકીકતની ગંભીરતા જોતાં અદાલતે દાવાની તારીખ ન હોવા છતા દાવો હાથ પર લઈ તુરંત મનાઈ હુકમ ફરમાવતાં કાકાની દિકરી શોભનાબેનના હાથ હેઠા પડયા હતા, અને ન્યાયતંત્ર મે દેર હૈ અંધેર નહી, નું સૂત્ર સાર્થક થયું હતું. આ કેસમાં વાદી વતી સીનીયર એડવોકેટ હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર અને કૌશિક પરમાર રોકાયેલા છે.