લેન્ડ ગ્રેબિંગમાં કોંગ્રેસના કોર્પોરેટર સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ : ફરીયાદીને લીધા ઉધડા અને કર્યોં પાંચ હજારનો દંડ.

0
560

લેન્ડ ગ્રેબિંગમાં કોંગ્રેસના કોર્પોરેટર સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ.

ફરિયાદી મહિલાને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટ.

રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબ્રિગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટર સહિત ત્રણ સામે નોંધાઈ હતી.

આ પ્રકરણમાં મહિલા ફરિયાદીએ સમાધાન કરી લેતા કોર્ટે ફરિયાદ રદ કરી હતી અને સમાધાન કરનાર મહિલા ફરિયાદીને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

વૃંદાવન સોસાયટી ના રાજયોગ એપાર્ટમેન્ટમાં રહેતા રેણુ બેન યોગેન્દ્રભાઈ મહેતા ઉમર વર્ષ 60 એ તાલુકા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ નટવર સિંહ જાડેજા કોર્પોરેટર કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી.

રેણુબેન દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે વાવડી સર્વેની આવેલી તેમની માલિકીની જમીનમાંથી 21 21 ચોરસ મીટર નો પ્લોટ પચાવી પાડવા માટે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી જમીનમાં પ્રવેશી કમ્પાઉન્ડ વોલ તોડી નુકસાન કર્યું હતું

પોલીસે આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તારીખ 4 જાન્યુઆરી ના કોર્પોરેટર કનકસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી આ કેસ કોર્ટમાં ચાલતો હતો તે દરમિયાન ફરિયાદી રેનુબેને આરોપીઓ સાથે સમાધાન કરી લીધેલ તે મતલબનું સોગંદનામુ હાઇકોર્ટમાં ફરિયાદી અને આરોપીઓએ રજુ કરતા હાઇકોર્ટ એફઆરઆઇ રદ કરી હતી.

હાઇકોર્ટ ગંભીર વલણ દાખવી ફરિયાદી દ્વારા પેલા ખોટો ગુનો દાખલ કરાવી અને બાદમાં સમાધાન કરી લેવા બદલ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આ સમગ્ર પ્રકરણે રાજકોટ સહિત રાજ્યમાં સારી એવી ચર્ચા જગાડી છે.