જામનગર શહેરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરી ના બે ગુનામાં સંડોવાયેલા બે આરોપી ઝડપાયા
-
રૂપિયા પાંચ લાખ નાં સોના ના ઘરેણા તથા ૨,૪૭,૦૦૦ ની રોકડ રકમ કબજે લેવાઈ
-
એક આરોપી અન્ય ૨૦ ચોરીઓમાં જ્યારે બીજો બે ચોરીમાં સંડોવાયેલો હોવાની કબૂલાત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૪ જામનગર શહેર માં બનતા ઘરફોડ ચોરી ના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની સુચના મુજબ પોલીસે તપાસ હાથ ધરી ને બે નામચીન આરોપી ને ઝડપી લીધા હતા. અને બંને પાસે થી રૂ. સાડા સાત લાખ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
જામનગર સીટી ‘ એ ‘ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે છ એક મહી ના પહેલા ની જામનગર મા ઘરફોડ ચોરી નો બનાવ નો આરોપી એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ તથા તોહીતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ હાલ મોરકંડા રોડ સનસીટી-૧ સોસાયટી ના ગેઇટ પાસે કોઇ ગુન્હાને અંજામ આપવા ઉભા છે. તે હકીકત ના આધારે પોલીસે દરોડો પાડી બંને ને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ ની પુછપરછમાં પોતે બન્ને એ થોડા દિવસ પહેલા જ ચોરી નાં એક બનાવ ને અંજામ આપ્યો હોવા ની કબુલાત અપી હતી.
બન્ને આરોપીઓ પાસે થી કુલ રોકડા રૂ. ૨,૪૭,૦૦૦ તથા સોનાના બે ચેન તથા સોના નો ઢાળીયો મળી કુલ કિ.રૂ. ૫,૦૩,૬૦૦ ના સોનાના દાગીના તથા મો.ફોન નંગ-૬ કિ.રૂ. ૧૯,૨૦૦ મળી કુલ ૭,૬૯,૮૦૦ ની કિંમત નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.આમ ચોરી નાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.
પોલિસે પકડેલા બે આરોપીઓ પૈકી નો આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઇ શેખ કે જેના વિરૂધ્ધ ૨૦ ગુનાઓ દાખલ થયેલ છે. જેણે જામનગર શહેર રાજકોટ અને અમદાવાદમાં ૨૦ જેટલી ઘર-ફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.જ્યારે બીજા આરોપી તોહિતખાન સામે પણ જામનગર શહેરમાં ચોરી અંગેના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.