જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા એક આઈસીયુ ઓન વ્હીલ્સ તથા ત્રણ નવીન 108 એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ઓક્ટોબર ૨૪, કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તથા અધિક કલેક્ટર ભાવેશ ખેરના હસ્તે જામનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ લોકાર્પિત કરાઈ હતી.જે જામનગર જિલ્લાની ત્રણ જૂની 108 એમ્બ્યુલન્સની સામે ફેરબદલ કરવામાં આવશે.
આ પ્રસંગે કલેક્ટરે એમ્બ્યુલન્સની વિશેષતાઓ તથા દર્દીઓ માટે ઉપલબ્ધ કારવાયેલ નવીન સુવિધાઓ અંગેની 108 ના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી તેમજ લીલી ઝંડી બતાવી આ તમામ એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે જામનગર જિલ્લાના 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર તથા જિલ્લા સુપરાઈઝર જયદેવસિંહ જાડેજા તથા 108 ના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા