જામનગરના પટેલ કોલોની વિસ્તારના ગેલેરીયા કોમ્પલેકસમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ : અકસ્માત કે હત્યા. !

0
760

જામનગરના પટેલ કોલોની વિસ્તારના ગેલેરીયા કોમ્પલેકસમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. ૨ માં આવેલા ગેલેરીયા કોમ્પલેકસના પાર્કિંગમાંથી આજે સવારે ૧૮ વર્ષ જેટલી ઉંમરના અજ્ઞાત યુવાનનો મૃતદેહ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

વિજ આંચકાથી આ યુવાનનું મૃત્યુ નિપજયાનાં તારણ સાથે પોલીસે પોસ્ટમ મોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ૨ પાસે આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં અજયના યુવકની લાશ પડી હોવાની જાણ થતા ઘટનાસ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ અને જીવંટભરી તપાસ હાથ ધરેલ મૃત વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરનો હોય અને ચોરીના ઈરાદે કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં આવેલ હોય અને જીવંત ઈલેક્ટ્રીક વાયર પકડી લેતા વીજ ઝટકાથી મોત નીપજ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસડેલ છે.અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.