ચોરીનો ભેદ ઉકેલાયો : જામનગર LCB એ 4 લાખના દાગીના સાથે પરપ્રાંતિયને દબોચી લીધો

0
3613

જામનગર શહેરમાં જુદા જુદા બે રહેણાક મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

  • LCB ની ટીમે રૂપિયા ૪ લાખ ની કિંમત ના સોના ચાંદીના દાગીના સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો

  • નવાગામ ઘેડ મધુરમ સોસાયટી ,ગોકુલ નગર વિસ્તારમાં ચોરી કર્યાની કબુલાત આપી

  • મકાન માલિકના પરિવાર દ્વારા ચાવી છુપાવીને રખાતી હતી તે શોધીને ચોરી કર્યા ની કબુલાત

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૪ ઓક્ટોબર ૨૪, જામનગર શહેરમાં મધુરમ સોસાયટી તેમજ ગોકુલ નગર વિસ્તારમાં બે રહેણાક મકાનના થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એક તસ્કરને રૂપિયા ચાર લાખની કિંમતના ચોરાઉ માલસામાન સાથે ઝડપી લીધો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા કરણસિંગ રાજકુમારસિગ ચૌહાણ નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી અંદાજે રૂપિયા ચાર લાખની કિંમતના અલગ અલગ ૧૫ જેટલા સોનાના દાગીના વગેરે કબજે કર્યા હતા, જે અંગે તેની પૂછપરછ કરતાં તેણે જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં થોડા દિવસ પહેલાં એક રહેણાક મકાનમાંથી ૩,૩૫,૦૦૦ ની માલમતાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જયારે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રામનગર શેરી નંબર સાતમાં આવેલા એક રહેણાક મકાનને નિશાન બનાવી લઈ રૂપિયા સવા લાખની માલમતા ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જે બંને મકાનમાં કરેલી ચોરી પૈકી ની ચોરાઉ સામગ્રી નું વેચાણ કરવા જતાં એલસીબીના હાથે પકડાઈ ગયો હતો.

મકાન માલિકો પોતાના ઘરની ચાવી સંતાડવા બાબતે ચેતે

ઉપરોક્ત તસ્કર કે જે બંધ રહેણાંક મકાન દેખાય તેની આસપાસ પોતે ચેક કરતો રહેતો હતો, અને બંધ મકાનના બાથરૂમ તેમજ ઘરની બહાર રહેતા બુટ- ચંપલ, ઝુમમર સહિતના સ્થળોમાં ચાવી સંતાડવામાં આવેલી હોય તો તેની ચકાસણી કરતો હતો. જેના આધારે બંને મકાનોની સંતાડેલી ચાવી તેણે શોધી લીધી હતી, અને તે ચાવી વડે મકાનનો દરવાજો ખોલી નાખી અંદરથી ચોરી કરી લીધા ની કબુલાત આપી હતી.