જામજોધપુરમાં ખેડૂતના ‘ ધાણા જીરુ ‘ ચોરનાર બે શખ્સ પકડાયા

0
2274

જામજોધપુરમાં ધાણા તથા જીરૂ ના જથ્થા ની ચોરી પ્રકરણમાં બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૪ ઓક્ટોબર ૨૪. જામજોધપુરમાં એક ખેડૂતે ધાણા તથા જીરૂના જથ્થાને ખેતર નાં મકાનમાં સંગ્રહ કર્યા હતા. તેમાંથી ૧૪ મણ ધાણા અને ૧૫ મણ જીરૃ ની ગત રવિવારે રાત્રે ચોરી થઈ છે. પોલીસે ખેડૂતની ફરિયાદ પર થી તપાસ શરૂ કરી હતી અને બે આરોપીને ચોરી નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આમ ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

જામજોધપુર શહેર માં રહેતા કપિલભાઈ ગિરધરભાઈ ઘેટીયા નામના ખેડૂતે સુભાષભાઈ વલ્લભભાઈ ઘેટીયા સાથે ભાગમાં જમીન વાવવા માટે રાખ્યા પછી તેમાં ઉગેલા દાણા તથા જીરૃના જથ્થાને બાચકા માં ભરી સુભાષભાઈ ના ખેતરમાં આવેલા મકાનમાં રાખ્યા હતા. તે મકાનમાં રાખવામાં આવેલા દાણાના ૭૫ બાચકાના જથ્થામાંથી આઠ બાચકા ધાણા અને જીરાના ૨૪ બાચકામાંથી ૧૦ બાચકા ગત રવિવારે રાત્રે સાડા દસ વાગ્યા પછીથી સોમવારની સવાર સુધીમાં ચોરાઈ ગયા હતાં. અંદાજે ૧૪ મણ ધાણા અને ૧૫ મણ જીરૃ જેની રૂ.૮૪,૩૦૦ કિંમત આકારવામાં આવી છે તે જથ્થો ચોરાઈ ગયા ની કપિલભાઈ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી.

દરમ્યાન આજે જામજોધપુર તરફ આવી રહેલા જી જે ૧૦ ટી ઝેડ ૨૪૬૧ નંબર નાં છકડો રીક્ષા ને પોલીસે આંતરી હતી અને તલાસી લેતા તેમાં થી ધાણા અને જીરા નો ચોરાવ જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે છકડો રીક્ષા સાથે ચોરાઉ મુદ્દા માલ કબજે કરી આરોપી પાર્થ સારથી વિનોદભાઈ રાવલ અને સાગર વિનોદભાઈ બકોરી ની ધરપકડ કરી હતી. આમ ચોરી ના ગુનાનો ભેદ ઉકેલવામાં જામજોધપુર પોલીસને સફળતા સાંપડી છે.