જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોરેટરોના આકરા પ્રહારો

0
417

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ : મામકા ઓ ને સાચવવા ખાસ સામાન્ય સભા અને લોકો ની સમસ્યા માટે સમય નથી : વિપક્ષી કોર્પોરેટરોના આકરા પ્રહારો

  • ફક્ત એક જ એજન્ડા માટે ખાસ સામાન્ય સભા બોલાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૪ જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ ના કોર્પોરેટર જેનબબેન ખફી એ વેધક સવાલો ઉઠાવ્યા હતા કે શા માટે આજે ખાસ સામાન્ય સભા બોલાવવાની ફરજ પડી ? લોકોના પ્રશ્નો સાંભળવા માટે તો તમારી પાસે સમય નથી. ? આવી મીટીંગોમાં પ્રજાના ટેકસ નાં પૈસા માંથી ભાડા સહિતના તગડા ખર્ચ કરવા પડે છે. જે યોગ્ય નથી તેમ કહીને તેઓ સભા ત્યાગ કરી ગયા હતા.

જામનગર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજે કુંવરબાઈ જૈન ધર્મશાળા માં મેયર વિનોદ ખીમસૂર્યા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ,મ્યુનિ. કમિશનર ડી.એન મોદી ઉપરાંત અધિકારી ઓ પદાધિકારીઓ , કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

સીધી ભરતી / બઢતી નાં રિકૃટમેંટ રૂલસ મંજુર કરવા અંગે ની કમિશનની દરખાસ્ત અને વિપક્ષના કોર્પોરેટરે ચર્ચા માં ભાગ લીધો હતો. જેમાં. જેનબબેન ખફી જણાવ્યું હતું કે એક દરખાસ્ત માટે આટલી ઉતાવળે અને ખાસ સામાન્ય સભા બોલાવવાની શી જરૂર હતી.? દર વખતે અલગ અલગ જગ્યાએ સામાન્ય સભા બોલાવવાથી આવી જગ્યાના ભાડા ભરવા પડે છે. તો પછી નિયત સમયે મળતી સામાન્ય સભામાં આ દરખાસ્તો ને કેમ લાવવામાં આવતી નથી ? શું મામકા ઓ ને સાચવવા માટે ફક્ત એક જ એજન્ડા પૂરતી સામાન્ય સભા બોલાવવામાં આવી છે ? જરાય યોગ્ય નથી તેમ કહીને તેઓએ સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યો હતો. કોર્પોરેટર રાહુલ બોરીચા એ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે રોસ્ટર નાં નિયમ ની અમલવારી થતી નથી , નિયમ નો પાલન થતું નથી ,અને લાગવગ નાં ધોરણે બઢતી આપવામાં આવે છે.

રચનાબેન નંદાણીયા એવી રજૂઆત કરી હતી કે જે તે વિભાગમાં નિષ્ણાત અધિકારી / કર્મચારી ને જ નિમણૂક આપવી. અને આખરે ૩૫ કર્મચારીઓ ૧૧ માસના કોન્ટ્રાક્ટ પધ્ધતિના ધોરણે વર્ષો થી ફરજ બજાવે છે. તેનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ. અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા નો કોઈ વિરોધ નથી પરંતુ અતિવૃષ્ટિ એ શહેરના લોકોની દશા અને દિશા બગાડી નાખી હતી. આજે પણ વોર્ડ નંબર ૧૨ ના અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં ગંદા પાણી ભર્યા છે. તે બાબતે પણ તંત્રએ વિચારવું જોઈએ. પાંચ દિવસનું કામ ૨૫ દિવસે પણ પૂરું નથી થયું .આથી બેદરકાર અધિકારી ઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી.

આ પછી વિપક્ષના અલ્તાફ ખફી એ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે ૨૦૦૮માં સિસ્ટમ એનાલિસિસ્ટ ની જગ્યા મંજુર કરવામાં આવી હતી અને ત્યાં વિપુલ શરદભાઈ વ્યાસ નામની વ્યક્તિને સીધી ભરતીથી નોકરીમાં લેવાયા હતા. પરંતુ કોઈ પણ કારણસર બે વર્ષ પછી તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા. આજે આ વ્યક્તિ યુસીડી વિભાગ માં કોન્ટેક્ટ બેઝ કર્મચારી તરીકે કામ કરે છે.

જ્યારે હાલમાં મહાનગરપાલિકાના એક કર્મચારી સામે મહિલાની જાતિય સતામણી અંગે ફરિયાદ ઉઠવા પામી છે. આ કર્મચારીની ભરતી કોના કહેવાથી કરવામાં આવી હતી ? તેની પાસે જરૂરી લાયકાત ઉપલબ્ધ છે ? મને મળતી માહિતી મુજબ તેની પાસે ભારત દેશ ની કોઈ ડીગ્રી નથી .આ બાબતે તપાસ કરવી જોઈએ અને યોગ્ય પગલા લેવા જોઈએ. આખરે સીધી ભરતી/ બઢતી રિકૃટમેન્ટ રુલ્સ ની દરખાસ્ત વિપક્ષના કેટલાક સૂચન સાથે મંજુર કરવામાં આવી હતી. અને ત્યાર પછી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.