જામનગરમાં નિવૃત જમાદારના ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગમાં આગોતરા જામીન મંજુર

0
4153

જામનગર માં નિવૃત્ત પોલીસ કર્મીના ભાઈ વિરૃદ્ધ  કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ કરવા ફરવામાં આવેલ હુકમના આધારે નોંધાયેલ ગુન્હામાં આગોતરા જમીન મંજૂર કરતી : સ્પેશિયલ કોર્ટે

  • યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ બી. રાઠોરની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આગોતરા જામીન અરજી મંજૂર કરી

  • કોર્ટમાં જામ્યો ખાનુની જંગ બચાવ પક્ષ ની દલીલો ગ્રાહ્મ રાખતી કોર્ટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ સપ્ટેમ્બર ૨૪ જામનગર ના એક વતની એ જીલ્લા કલેક્ટર ને પોતાની ખેતીની જમીનની જગ્યા ના ગાડા માર્ગ પાસે આવતા શેઢા પર ગેરકાયદેસર દબાણ કર્યા ની જેશંગભાઈ ગોવિંદભાઈ મિયાત્રા નામના વ્યકિત વિરુદ્ધ ૬ માસ પહેલા લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો જામ. પંચ-A ડીવી પોલીસ સ્ટેશન મા લેન્ડ ગ્રેબ્બિંગ ની કલમ 4(3),5(C), હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો બાદ ઉચ્ચ અધિકારી ને તપાસ સોંપવામાં આવેલ હતી. જે ગુન્હા ના કામે જેશંગભાઈ મિયાત્રા દ્વારા પોતાના વકીલ શિવરાજસિંહ બી. રાઠોર મારફત કરવામાં આવેલ આગોતરા જામીન અરજી ચાલી જતાં બંને પક્ષ ની દલીલના અંતે બચાવ પક્ષ ની દલીલો ગ્રાહ્ય રાખી આગોતરા જામીન મુક્ત કરવા નામદાર કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ છે.આ કામે ( SSV ) UNITY LAW FIRM ના યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ બી. રાઠોર , સનિલ એસ. ખાંભલા , વિશાલ એસ. ખીમાણીયા હતા.