જામનગરના ’’એડવોકેટ હારૂન પલેજા’’ હત્યા કેસમા સીનીયર એડવોકેટની નિમણુંક

0
3694

જામનગર ના ’’એડવોકેટ હારૂન પલેજા’’ હત્યા કેસમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસ્યુકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ ની નિમણુંક

  • ગુજરાત રાજય સરકારના કાયદા વિભાગનો મહત્વનો નિર્ણય

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ૨૪, જામનગરના બેડી વિસ્તારમાં તા.૧૩.૦૩.૨૦૨૪ ના સાંજના સમયે એડવોકેટ હારૂન પલેજા નુ આરોપીઓ(૧) રજાક ઉર્ફે સોપારી (ર) બશીરભાઇ સાયચા (૩) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (૪) દિલાવર કકલ (૫) સુલેમાન કકલ (૬) રમજાનભાઇ સાયચા (૭) ઇમરાન સાયચા (૮) એજાઝ સાયચા (૯) ગુલામ સાયચા (૧૦) મહેબુબ સાયચા (૧૧) ઉમર ચમડીયા (૧૨) શબીર ચમડીયા (૧૩) અસગર સાયચા વિગેરે દ્રારા કાવતરૂ રચી તિક્ષણ હથિયાર વડે હત્યા કરવામા આવી હતી.

સરકારના કાયદા વિભાગમાં આ કેસમા સિનીયર એડવોકેટ, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થઇ હતી.

જેના અનુસંધાને તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ ની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.

જાણીતા સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલી છે અને ચકચારી કેસોમા કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલી છે. અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ ના મહત્વના જીલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજય સરકાર દ્રારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસો મા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનીલભાઇ દેસાઇ ની નિમણૂંક કરવામા આવેલી છે તેઓ કાયદાની આંટીધુંટી આગવી કુનેહ સુલટાવતા સદરહુ ખૂન કેસમા સૌરાષ્ટ્ર ના જાણીતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક થઇ છે.