જામનગરમાં પોલીસે કબજે કરેલા વાહનો છોડાવો : નહીતર જાહેર હરરાજી

0
13173

જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરેલા સ્કૂટર- રીક્ષા- કાર સહિતના ૨૪ વાહન ધારકોને પોલીસ તંત્રની આખરી નોટિસ

  • એક સપ્તાહમાં વાહન માલિકો વાહનો નહીં છોડાવે તો જાહેર હરરાજી કરી ઉપજેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓગસ્ટ ૨૪, જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્ર દ્વારા કબજે કરેલા કાર-ઓટોરિક્ષા- બાઈક- સ્કૂટર સહિતના ૨૪ જેટલા વાહનો કે-જે વાહન માલિકો પોતાના વાહનો છોડાવવા માટે આવ્યા નથી, અને તમામ વાહનો પોલીસ સ્ટેશનમાં જમા પડેલા છે.
આથી પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ અધિકારી દ્વારા જાહેરમાં આખરી સાત દિવસની નોટિસ આપવામાં આવી છે,

અને તમામ વાહન માલિકોને પોતાના વાહનો જરૂરી દસ્તાવેજો રજૂ કરીને છોડાવી લેવા માટેનો ની આખરી નોટિસ પાઠવી છે. ત્યારબાદ તમામ વાહનો, કે જેની જાહેરમાં હરાજી કરીને તેનાથી ઉપજેલી રકમ સરકારી કચેરીમાં જમા કરાવી દેવાનો નિર્ણય દેવાશે તેવી પણ પંચકોશી એ. ડિવિઝન ના પી.એસ.આઇ. એ. કે. પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.