જામનગરમાં ૬ વર્ષના બાળક પાસે ભિક્ષાવૃતિ કરાવનાર માતા સામે ફોજદારી

0
2000

જામનગરમાં બાલા હનુમાન મંદિર પાસે પોતાના છ વર્ષના બાળકને ભિક્ષાવૃત્તિ કરાવનાર માતાની પોલીસ દ્વારા અટકાયત

  • માતા સામે જસ્ટિક જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો: બાળક ને બાળસુધાર ગૃહમાં મોકલી આપ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૪, જામનગરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસે છ વર્ષના માસુમ બાળકને ભિક્ષાવૃત્તિ કરાવનાર માતાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે જુવેનાઈલ જસ્ટીશ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ બાળકને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યું છે.

જામનગર ના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ની પોલીસ ટિમ દ્વારા તળાવની પાળે બાલા હનુમાનજી મંદિર પાસે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન મેહુલ સિનેમા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી લીલાબેન નવધણભાઈ સોલંકી નામની મહિલા દ્વારા પોતાના છ વર્ષના મોસુમ બાળકને બાલા હનુમાનજી મંદિર ના દ્વારે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી મહિલા પોલીસ કર્મચારી કિરણબેન મેરાણી દ્વારા બાળકનો કબજો મેળવી લઈ બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે, જયારે તેની માતા લીલાબેન નવઘણભાઈ સોલંકી ની સામે ગુનો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાઇ છે.