જામનગર ધ્રોલમાં ઇજનેર પરનાં હુમલા પ્રકરણમાં ધેરા પ્રત્યાઘાતો પડયા : કલેક્ટર ને આવેદન પાઠવાયું

0
3126

ધ્રોલ પંથક માં ઇજનેર ઉપરનાં હુમલાનું પ્રકરણ 

  • ગુજરાતના મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ ઓગસ્ટ ૨૪, ધ્રોલ પંથકમાં મદદનીશ ઈજનેર ઉપર થયેલા હુમલા ના પ્રકરણમાં આજે જામનગર માં મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક પગલાં લેવાની માંગણી અને રજૂઆત કરવામાં આવી હતી.

ધ્રોલ તાલુકા ના ઇટાળા ગામમાં એક સાઈટ ઉપર ફરજ માં હાજર રહેલા આર એન્ડ બી વિભાગ ના મદદનીશ ઈજનેર નીલરાજસિંહ બારડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર રીતે ગવાયેલા અધિકારી ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા .અને આ બાબતે પોલીસ માં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

દરમિયાન આજે મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એવી માગણી અને રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે. જેમાં સરકારી તંત્રનો વિશેષ ફાળો રહ્યો છે. પરંતુ અસામાજિક તત્વો દ્વારા અવાર નવાર અધિકારી અને કર્મચારીઓ ઉપર હુમલા કરવામાં આવે છે. જેનાથી કામ અને પ્રગતિ ઉપર અસર પડે છે તેમજ સરકારી કર્મચારી અને અધિકારીના માનસ ઉપર મ પણ વિપરીત અસર જોવા મળે છે. આથી આવા બનાવમાં આરોપી ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કાયદો વ્યવસ્થા કાબુમાં રહે અને આવા બનાવો બનતા અટકી શકે.