જામનગરના વિકાસ ગૃહ માંથી યુવતી લાપતા : પોલીસની શોધખોળ

0
5964

જામનગરમાં વિકાસગૃહમાં ગઈકાલે દાખલ થયેલી એક યુવતી બાથરૂમ ની દિવાલ કૂદીને ભાગી જતાં દોડધામ

  • દરેડ વિસ્તારમાં રહેતી યુવતી ના માતા પિતા ગઈ કાલે જ વિકાસગૃહ મૂકી ગયા બાદ તેણી નાસી જતાં પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુલાઈ ૨૪, જામનગરના વિકાસ ગૃહમાં ગઈકાલે દાખલ થયેલી ૨૦ વર્ષની એક યુવતી બાથરૂમની દિવાલ કૂદીને ભાગી છુટતાં વિકાસગૃહના સંચાલકો દ્વારા પોલીસ મથકને જાણ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવાઇ રહી છે.

મુળ લાલપુરના ગોવાણાં ગામ ની વતની અને હાલ દરેડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૨૦ વર્ષ ની અપરણિત યુવતિ, કે જે પોતાના માતા પિતા સાથે રહેવા માંગતી ન હોવાથી તાજેતરમાં તેણી ઘર છોડીને ચાલી ગઈ હતી, ત્યારબાદ રાજકોટ રેલવે પોલીસને જાણ થતાં પરિવારજનો રાજકોટ લેવા માટે ગયા હતા, અને રાજકોટમાંથી પરત લઈ આવ્યા પછી તેણીના માતા પિતા સાથે રહેવાનો ઇનકાર કરી દેતા પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ કર્મચારી જનકબેન ગોહિલ તેણીને માતા પિતા ની સહમતિથી જામનગરના વિકાસગૃહમાં ગઈકાલે મૂકી ગયા હતા.

જ્યાં ઉપરોક્ત યુવતિ ગઇકાલે સાંજ ના સાડા આઠ વાગ્યે સંસ્થામા જમીને બાથરૂમ જવાનુ કહીને ગઇ હતી. જે પરત નહી આવતાં વિક્સગૃહ ના સંચાલિકા કલ્પનાબેન તથા સંસ્થામા રસોઇ કામ કરતા ભાનુબેન તથા અન્ય કર્મચારીઓ બાથરૂમમા તથા સંસ્થામા શોધખોળ કરતાં તેણી બાથરૂમને અડીને આવેલી દિવાલ ટપીને જતી રહી હોવાનુ અનુમાન લગાવ્યા બાદ કલ્પનાબેને પંચકોશી બી. ડિવીઝન તથા તેણી ના પિતા ને આ બનાવ ની ફોન કરી જાણ કરેલ હતી,

ત્યારબાદ આ મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે. જેણે દુધિયા કલરનો ડિઝાઇન વાળો પંજાબી ડ્રેસ પહરેલો છે. ઉપરોક્ત યુવતીને જામનગરના સીટી બી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ શોધી રહ્યો છે. જે અંગેની કોઈને જાણકારી મળે તો જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એ.એસ.આઈ. વી.ડી. રાવલીયા (૮૨૦૦૭ ૧૮૩૨૬) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.