ખંભાળિયા પંથકના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળદર્દીનું મૃત્યુ નીપજતાં ભારે દોડધામ

0
2946

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા ખંભાળિયા પંથકના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળદર્દીનું મૃત્યુ નીપજતાં ભારે દોડધામ

  • ગઈકાલે જામનગર જિલ્લાના બે શંકાસ્પદ બાળ દર્દીને દાખલ કરાયા પછી આજે વધુ બે શંકાસ્પદ દર્દી ને દાખલ કરાયા બાદ એક બાળ દર્દીનું મોત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ જુલાઈ ૨૪, સમગ્ર ગુજરાત ભરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, અને બાળ દર્દીઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોળ અને જામજોધપુર પંથકના બે બાળ દર્દીઓ કે જેઓને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી ગણીને દાખલ કરવામાં આવ્યા છે, અને બંનેના નામના મેળવીને પૃથકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બળ દર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા.

જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા એક બાળ દર્દીનું મૃત્યુ નીપજતાં હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ છે. હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ એવા ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સધન સારવાર ચાલી રહી છે.