જામનગર શહેરમાં પોલીસ દ્વારા તાજીયાના ઝુલુસ દરમિયાન ડ્રોન કેમેરાની મદદથી બાઝ નજર રખાઇ

0
3481

જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા મહોરમના તહેવારમાં તાજીયાના ઝુલુસ દરમિયાન ડ્રોન કેમેરાની મદદથી બાઝ નજર રખાઇ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૧૮ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, અને વિશાળ સંખ્યામાં તાજીયાનુ ઝુલુસ નીકળ્યું હતું.જે કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના માટે પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાની મદદ થી પણ બાઝ નજર રાખવામાં આવી હતી.

જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં તાજીયા નું ઝુલુસ નીકળે છે, અને શહેરના મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. ત્યારે દરબારગઢ- ચાંદી બજાર સહિતના શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની સાથે સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દરબારગઢ પોલીસ સ્ટેશન ની હદમાં પોલીસ વિભાગ દ્વારા લેપટોપ અને ડ્રોન કેમેરા ની મદદથી સમગ્ર તાજીયાના ઝુલુસ પર બાઝ નજર રાખવામાં આવી હતી.