જામનગર જિલ્લામાં આકાશી આફત ત્રાટકતા 3 ના ભોગ લીધા

0
10190

જામનગર જિલ્લાના જામજોધપુર તેમજ જામનગર તાલુકાના દોઢિયામાં વરસાદી વીજળી એક મહિલા સહિત ૩ ના ભોગ લીધા: એક ગંભીર

  • બુટાવદર ગામના ખેડૂત પર વરસાદી વીજળી પડતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ

  • નરમાણાં ગામમાં ખેતી કામ કરી રહેલા એક ખેડૂત યુવાન પર વરસાદી વીજળી પડતાં કરુણ મૃત્યુ

  • જામનગર તાલુકાના દોઢીયા ગામમાં ૩૦ વર્ષીય મહિલાનું વરસાદી વીજળી થી મોત: ૧૮ વર્ષ નો એક યુવક દાઝ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જૂલાઈ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં મંગળવારે સાંજે પડેલા ગાજવીજ સાથેના વરસાદે વીજળીના કારણે બે માનવીઓનો ભોગ લીધો છે. ત્યારે જામનગર તાલુકાના દોઢીયા ગામની યુવતી નું વરસાદી વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ૧૮ વર્ષ નો એક યુવક દાઝયો છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના એક ખેડૂત તેમજ નરમાણા ગામના એક ખેડૂત પર વીજળી પડવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિરીટ સિંહ બચુભા ઝાલા નામના ૫૫ વર્ષના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બપોરે ૪.૩૦ વાગ્યાના અરસામાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડી હતી, અને ભડથું થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે.જામજોધપુરના મામલતદાર દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના નરમાણા ગામમાં પણ વરસાદી વીજળીએ એક ખેડૂતનો ભોગ લીધો છે. નરમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત યુવાન પર બપોરના સમયે એકાએક આકાશી વીજળી પડી હતી, અને ભડથું થવાના કારણે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના નાયબ મામલતદાર ચાલુ વરસાદે બનાવના સ્થળે નદી પાર કરીને પહોંચ્યા હતા, તેમજ પોલીસની મદદ લીધી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી અને ખેતી કામ કરી રહેલી મનિષાબેન નામની ૩૦ વર્ષ ની શ્રમિક યુવતી નું વીજળી પડવાથી દાજી જતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજયું છે.

આ ઉપરાંત તેની સાથે ખેતી કામ કરી રહેલો અલ્પેશ નામનો ૧૮ વર્ષનો યુવક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે.