જામનગર શહેરમાં ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજે શોભાયાત્રા યોજાઇ

0
2192

જામનગર શહેરમાં ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા સંતોની ઉપસ્થિતિમાં અષાઢી બીજે શોભાયાત્રા યોજાઇ

  • શોભાયાત્રા સાથે ધ્વજારોહણ: સરસ્વતિ સન્માન અને મહાપ્રસાદ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ૨૪ જામનગરમાં અષાઢી બીજ નિમિત્તે રવિવારે ભરડવાડ સમાજ દ્વારા કડિયાવાડમાં આવેલા સંત મુળવાનાથજીના મંદિરથી વંડાફળીમાં આવેલા મચ્છુ માતાજીના મંદિર સુધીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. જે બાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને મહાપ્રસાદ યોજાયો હતો.

ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા છેલ્લા ૧૦ વર્ષોથી દર અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા સાથે સાથે સમાજની તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન અને બાદમાં મહાપ્રસાદ યોજવામાં આવે છે.ગઈકાલે રવિવારે કડિયાવાડમાં આવેલા મુળવાનાથજીના મંદિર ખાતે સવારે ૭ વાગ્યે નુતન ધ્વજારોહણ કરાયું હતું.ત્યાર બાદ ભરવાડ ગોપાલક સમાજના મોટી સંખ્યમાં એકત્ર થયેલા ભાઈઓ-બહેનો અને યુવાઓએ મુળવાનાથ મંદિરે બેટ

દ્વારકાના મહંત બાલારામ બાપુ, ચાંદાધારના મુળાબાપાની જગ્યાના મહંત આંબા ભગત, હરીપરના દેવંગી આશ્રમના મહંત માધવદાસબાપુ, બાલંભડીના મચ્છુબેરાજાના મચ્છુમાતાજીની જગ્યાના મહંત કાના ભગતની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજી હતી.આ શોભાયાત્રા કડિયાવાડથી પ્રસ્થાન પામીને બેડીગેઈટ, ટાઉનહોલ, પંચેશ્વર ટાવર થઈને વંડાફળી ખાતે આવેલા મચ્છુ માતાજીના મંદિર ખાતે વિરામ પામી હતી.જે બાદ સમાજની ભણવામાં તેજસ્વી એવી ત્રણ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયા હતા.