જામનગરમાં રેલ્વેની મિલકત ‘સીલ’ થઇ તો’ પાંચ કરોડ ભર્યાં

0
1564

જામનગરમાં મિલકતને સીલ કરતાં જ રેલવે તંત્રે એ સર્વિસ ટેક્સ પેટે ચૂકવ્યા રૂ. પાંચ કરોડ

દેશ દેવી ન્યૂઝજામનગર તા. ૪ જૂલાઈ ૨૪, જામનગર મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જની રકમ ભરવામાં વર્ષ થી આડોડાઈ કરનાર રેલવે ની મિલકત સીલ કરતાં જ આખરે રેલવે વિભાગ દ્વારા સત્વરે રૂ. પાંચ કરોડ ની રકમ જમા કરાવી દેવામાં આવી છે. આથી મહાનગરપાલિકાએ લગાવેલ સીલ ખોલી નાખવા માં આવ્યા છે.

જામનગર મહાનગર પાલિકાના મોટા બાકીદાર એવા રેલવે વિભાગ પાસે રૂપિયા ૩૪ કરોડ ૯ર લાખની રકમ સર્વિસ ચાર્જની વસૂલાત કરવાની બાકી હોવા થી અનેક વખત ઉઘરાણી કરવામાં આવી હતી. એમઓયુ પણ રેલવે સાથે થયા હતાં, છતાં રેલવે દ્વારા પૈસા ભરવામાં નહીં આવતા આખરે ગત્ શનિવારે રેલવે ની એક કચેરી ને મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અધિકારીના બંગલાના એક રૂમ ને પણ સીલ મારી દેવાયું હતું.

આ પછી રેલવે તંત્રએ તાબડતોબ રૂપિયા પાંચ કરોડની રકમ મહાનગર પાલિકાને ચૂકવી આપતા આખરે મહાનગર પાલિકાએ સીલ ખોલી નાખ્યું છે, અને બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરી છે. આમ રેલવેની મિલકત સીલ નો રેલો આવતા જ પૈસા.ચૂકવવાની ફરજ પડી છે.