જામનગરના શ્રેત મકવાણા ની રાજ્ય કક્ષાએ ટેકવોન્ડો રમતની સ્પર્ધામાં પસંદગી

0
3184

રમશે ગુજરાત, જીતશે ગુજરાત

જામનગરના વિદ્યાર્થી શ્વેત મકવાણાની રાજ્ય કક્ષાએ ટેકવોન્ડો રમતની સ્પર્ધામાં પસંદગી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૦૨ જુલાઈ, ૨૪ રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલા જ આગળ વધે તે માટે અનેકવિધ સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. જામનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન તળે સાંઈ વિદ્યા સંકુલ, જોડીયા તાલુકામાં ટેક્વોન્ડો ઈનસ્કુલ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે.

શાળામાં અભ્યાસની સાથે રમતગમતમાં ખુબ જ રસ ધરાવતો વિદ્યાર્થી શ્વેત દિનેશભાઈ મકવાણાએ જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) ની પ્રુવલ ટેલેન્ટ (PT) પસંદગી પરીક્ષા આપી હતી. શ્વેતની ગુજરાત રાજ્ય ટેક્વોન્ડો પ્રુવલ ટેલેન્ટ (PT) પસંદગી યાદીમાં ટોચના 10 ખેલાડીઓમાં પસંદગી કરવામાં આવી છે.

શ્વેત હવે મોરબીમાં જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ નવજીવન વિદ્યાલયમાં અભ્યાસની સાથોસાથ ટેક્વોન્ડોની તાલીમ લેશે. સાંઈ વિદ્યા સંકુલ, જોડીયા અને જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા કે.મદ્રા, શાળાના આચાર્યશ્રી જગદીશ વિરમગામા, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી શ્વેત અને તેમના કોચ શ્રી જયવિરસિંહ સરવૈયાને શુભેચ્છા પાઠવી છે અને શ્વેત અભ્યાસની સાથોસાથ રમત ગમત ક્ષેત્રમાં પણ પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવે તેવી શુભકામના વ્યક્ત કરી છે.