જામનગરના ચર્ચાસ્પદ કેસમાં 2 વર્ષની કેંદ અને 52 લાખનો દંડ ફટકારતી કોર્ટ

0
8957

વેંચાણ કરાર કરી ૨૬ લાખ જેવી રકમ સુથી પેટે લઈ અને ત્રાહીત પક્ષને જગ્યા વેંચી મારી” 

  • બાદમાં સમાધાન માટે આપેલ ચેક રીર્ટન થતાં ફરીયાદી એ અદાલતના દ્વાર ખખડાવ્યા

  • વિદ્ધાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલને ધ્યાને લઈ આરોપીને બે વર્ષની કેંદ અને બમણી રકમનો દંડ ફટકાર્યો

દેશ દેવી ન્યૂઝ તા. ૧૧ જૂન ૨૪ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાછીકારી ગામ ખાતે વસવાટ કરતા છત્રગીરી કલ્યાણગીરી ગૌસ્વામીએ આરોપી પ્રતાપભાઈ દુદાભાઈ ગોરાણીયા પાસેથી સને ૨૦૧૭ ના અરસામાં તેમની માલીકીની જગ્યાના પ્લોટો ખરીદ કર્યોં હતો તેમા આરોપી એ  “વેંચાણ કરાર કરી ૨૬ લાખ જેવી રકમ સુથી પેટે લઈ અને ત્રાહીત પક્ષને જગ્યા વેંચાણ કર્યા બાદ સમાધાન માટે આપેલ ચેક રીટર્ન થતાં આરોપીને ર વર્ષની કેદ અને ફરીયાદીને ચેકની રકમથી બમણી કરમ બાવન લાખ ચુકવવાનો હુકમ કરતી નામ.અદાલત ફટકારતા ચકચાર જાગી છે.

આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાછીકારી ગામ ખાતે વસવાટ કરતા છત્રગીરી કલ્યાણગીરી ગૌસ્વામીએ આરોપી પ્રતાપભાઈ દુદાભાઈ ગોરાણીયા પાસેથી સને ૨૦૧૭ ના અરસામાં તેમની માલીકીની જગ્યાના પ્લોટો ખરીદ કરેલ, મજકુર મિલ્કતનો ફરીયાદી અને આરોપી બંન્ને વચ્ચે વેંચાણ કરાર કરવામાં આવેલ અને ૪ માસની અંદર વેંચાણ દસ્તાવેજ કરવાની શરત રાખવામાં આવેલ હતી

પરંતુ કરારની મુદત પુર્ણ થઈ ગયા બાદ પણ આરોપી કોઈ જવાબ આપતા ન હોય, અને સમય પસાર કરતા હોય આમ, ૪ વર્ષ જેટલો સમય વિતી ગયેલ હોય, આ દરમ્યાન આરોપી પ્રતાપભાઈ દુદાભાઈ ગોરાણીયાએ આ મિલ્કત અન્ય ત્રાહીત વ્યક્તિને બારોબાર વેંચાણ કરી નાખેલ આથી ફરીયાદી સાથે આ અંગે સમાધાન કરીને આરોપીએ વેંચાણ કરાર સમયે ચુકવેલ ૨કમ રૂા.૨૬,૨૯,૪૦૦/- પરત કરવા માટે તેમના ખાતાનો નવાનગર કો-ઓ. બેંક, ખોડીયાર કોલોની , જામનગરનો ચેક આપેલ, ચેક ફરીયાદીએ તેમના ખાતમાં જમાં કરાવતા જે ચેક અપુરતા ભંડોળના કારણથી પરત ફરેલ અને ફરીયાદીને તેમની કાયદેસરની લેણી રકમ ન મળતા, ફરીયાદીએ નામ.અદાલતમાં આરોપી સામે ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરીયાદ દાખલ કરેલ,

જે ફરીયાદ દાખલ થતાં આરોપી હાજર થયેલ અને ફરીયાદી અને સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવેલ, ત્યારબાદ આરોપી પક્ષે તેવી દલીલો કરવામાં આવેલ કે, હિમાંશુભાઈ ગોસ્વામી ફરીયાદીના જ્ઞાતીના હોય અને તેઓ ઈલેક્ટ્રીશયનનું કામકાજ કરતા હોય, અને આરોપીના ફલેટનું તમામ કામ હીમાશુભાઈ ગોસ્વામીએ રાખેલ હોય અને આરોપી પાસેથી હિમાંશુભાઈ ગોસ્વામી ૩૦ લાખની રકમ માંગતા હોય, અને ફરીયાદી હીમાંશુભાઈ પાસેથી પૈસા માંગતા હોય, જેથી હીમાંશુભાઈનો હવાલો લઈ અને ચેક આરોપી પાસેથી મેળવી લીધેલ અને આરોપી પાસેથી જે વેંચાણ કરાર કરાવેલ છે તે ઉભો કરેલ છે અને ત્યારબાદ આ ખોટા કરાર ઉભા કરી અને પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ કરી અને પોલીસ મારફત દબાણ લાવી અને પોલીસ સ્ટેશનમાં સમાધાન કરેલ અને પોલીસ સ્ટેશનમાં જ ચેક હાલનો લઈ લીધેલ છે, તેથી આ ફરીયાદ ખોટી લાવેલ છે, તેવી દલીલો કરવામાં આવેલ,

આ અંગે ફરીયાદી ધ્વારા દલીલ કરાયેલ કે, આ પ્રકારે માત્ર મૌખીક બચાવ લેવાથી જ ડીફેન્સ પુરવાર થતો હોય, તો તમામ કેશો ખોટા જ સાબીત થાય, એટલા માટે જ નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, આરોપી જે બચાવ કરે છે, તે તેના પ્રબળ પુરાવો આપી અને રજુ કરવો જોઈએ, આ કેશમાં આવો કોઈ જ પુરાવો રજુ થતો નથી માત્ર ઉ.તપાસમાં બે ત્રણ સવાલ કરી અને તે સાબીત માની શકાય નહી, તેની સામે આ કેશમાં ફરીયાદી ધ્વારા વેંચાણ કરાર રજુ કરવામાં આવેલ છે અને સમાધાનનું લખાણ પણ રજુ થયેલ છે, અને તેમાં આરોપીની સહી છે તે સહી તેઓ નકારતા નથી, જેથી આ સમાધાનનું લખાણ સત્ય છે તેવું ગર્ભીત રીતે સ્વીકાર કરે છે, જે સંજોગો ધ્યાને લઈ અને આ કામે આરોપી સામેનો કેશ પુરવા થાય છે અને સમાધાનનું લખાણ મુજબ જ ચેક આપેલ છે અને તે ચેક કાયદેસરના લેણા માટે જ આપેલ હોવાનું પુરવાર થાય છે, તે તમામ સંજોગો ધ્યાને લઈ અને આ કામના આરોપીએ વિશ્વાસધાત અને છેતરપીડી પણ કરેલ છે, તેથી સખત કેદની સજા થવી જરૂરી છે, તેથી સમાજમાં આ પ્રકારની ઠગાઈ કરતા ઈસમો સામે એક દાખલો બેસે અને આ પ્રકારે કોઈ સાથે વિશ્વાસધાત ન કરે, આમ, ફરીયાદ પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને ૨ વર્ષની કાયદામાં જણાવેલ પુરેપુરી સજા અને ચેકની રકમથી બમણી રકમ રૂા.૫૨,૫૮,૮૦૦/-નો દંડ કરેલ અને રૂા.૨૬,૨૯,૪૦૦/- ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ,

આ કેશમાં ફરીયાદી છત્રગીરી કલ્યાણગીરી ગૌસ્વામી તરફે વિદ્ધાન યુવા ધારાશાસ્ત્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય.જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.