જામનગરમાં ૧૪૦૪ આવાસના મકાનો ખાલી કરાવવા જામ્યુકોની આખરી નોટીસ

0
4881

જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલા જર્જરીત ૧૪૦૪ આવાસના મકાનો ખાલી કરાવવા માટે મહાનગર પાલિકાના તંત્રની આખરી નોટિસ

  • અનેક ફ્લેટ ધારકોએ હજુ જગ્યા ખાલી કરી ન હોવાથી મહાનગર પાલિકા ના તંત્ર વાહકો સામે સ્થાનિક ટોળે વળ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ મે ૨૪, જામનગર ના અંધઆશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીમાં ૧૪૦૪ ફ્લેટ ધારકો કે જે અતિ જર્જરિત બની ગયા હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.તેમ છતાં હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો તેમાં વસવાટ કરે છે, અને જર્જરીત મકાનો ખાલી કર્યા નથી.દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટીપીએસ શાખા ની ટુકડી ઉપરોક્ત આવાસ ના સ્થળે પહોંચી હતી. જુદા જુદા સાત અધિકારીઓ હેઠળની અલગ અલગ ટીમો બનાવીને સામુહિક રીતે ફલેટ ખાલી કરવા માટેની અંતિમ નોટિસ આપવામાં આવી હતીઆ સમયે સ્થાનિકોએ તોળા સ્વરૂપે તંત્ર સામે એકત્ર થઈને વૈકલ્પિક વ્યવસ્થા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. હાલ ફ્લેટ ધારકોને અન્ય સ્થળે રહેવા જવા માટેની કોઈ સગવડતાં ન હોવાનું જણાવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા આગામી ચોમાસાની સિઝનને લઈને ભયજનક ઇમારત માં ગમે ત્યારે જાન માલ ની નુકસાની થાય તેવી ભીતિ રહેલી છે, તેમ દર્શાવી જગ્યા ખાલી કરી દેવા માટેની અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. આ સમયે આવાસ કોલોનીમાં ભારે હલચલ મચી ગઈ હતી.