જામનગરમાં ખોવાઈ ગયેલા મોબાઈ ફોનને શોધી કાઢતી પોલીસ

0
5024

જામનગર માં ખોવાઈ ગયેલા મોબાઈ ફોન ને શોધી કાઢતું પોલીસ નું કમાન્ડ એન્ડ કંંટ્રોલ સેન્ટર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦, મે ૨૪ જામનગરના એક આસામીનો મોબાઈલ જનતાફાટક પાસે ખિસ્સા માંથી પડી જતા ખોવાઈ ગયો હતો. રૂ. અડધા લાખની કિંમતનો આ ફોન શોધી આપવામાં પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સફળતા પ્રાપ્ત થઈ હતી.અને ફોન તેના મૂળ માલિક ને સુપરત કરવામાં આવ્યો છે.

જામનગરમાં આવેલા સુખમની પારસી અગિયારી પાછળ ટાઉન હોલ વિસ્તાર પાસે રહેતા યશોધન કનૈયાલાલ ભાટીયા જનતા ફાટક પાસે પોતાની ગાડી પરથી ઉતરતા હતા. તે વેળાએ તેમનો રૂ. ૫૦ હજાર ની કિંમત નો મોબાઈલ પડી ગયો હતો.

આ બાબતની તેઓએ પોલીસને જાણ કર્યા પછી ડીવાયએસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પારૂલબેન, દિવ્યા બેન, મિતલબેન, રીનાબા, રેખાબેન વગેરેએ જુદા જુદા સીસીટીવી કેમેરા ચકાસ્યા પછી તે મોબાઈલ એક રિક્ષાચાલકે ઉપાડ્યો હોવાનું શોધી કાઢ્યું હતું. તે પછી રિક્ષાચાલકની શોધ કરાતા તેનો પત્તો લાગ્યો હતો અને યશોધનભાઈને મોબાઈલ પરત અપાવવામાં પોલીસને સફળતા મળી હતી.