જામનગરમાં કાકા-ભત્રીજા વચ્ચે ધીંગાણું : બન્નેને ઈજા

0
3837

જામનગરમાં નદીપા વિસ્તારમાં મસ્કતી (આરબ) પરિવાર ના કાકા-ભત્રિજા વચ્ચે બબાલ સર્જાઈ

  • બન્ને જૂથ દ્વારા સામ સામે હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ મે ૨૪, જામનગર શહેરના નદીપા વિસ્તારમાં એક જ પરિવારના કાકા-ભત્રિજા ના પરિવાર વચ્ચે નજીવી બાબતે હથીયારો ખેંચાતાં ઇજા થવાથી કાકા બત્રીજા બંન્નેને લોહી લુહાણ હાલતમાં સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમા ભત્રીજા જુનદબીન અબાઅહમદ મસ્કતી નામના યુવાનને પડખાના ભાગે છરીનો ધા ઝીંકાયો હતો. જ્યારે કાકા અમરબીન અબ્દુલરહેમાન મસ્કતીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જી.જી.હોસ્પિટલે ઓપરેશન રૂમમાં ખસેડાયા હતા.

આ બનાવ ની જાણ થતાં નદિપા વિસ્તારના લોકો જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, તેમજ સિટી-એ ડિવિઝનની પોલીસ ટુકડી પણ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી, અને સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ નોંધી છે. જેમાં જુનેદ અહમદ મસ્કતી એ પોતાના ઉપર હુમલો કરવા અંગે અમરબીન અબ્દુલ રહેમાન મસ્કતી તેમજ રફીક અબ્દુલ રહેમાન સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે અમરબીન અબ્દુલ રહેમાન મસ્કતીએ પોતાના ઉપર હુમલો કરવા અંગે હુસેન અહેમદઝ ઈબ્રાહીમ અહેમદ, રાહીલ અહેમદ અને આરીફબિન અબ્દુલ રહેમાન સામે વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હાલ ઉપરોક્ત વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.