જામનગરમાં હિન્દૂ સેના દ્વારા નથુરામ ગોડસેના જન્મદિવસ ની ઉજવણી કરાઈ

0
2751

જામનગરમાં હિન્દૂ સેના દ્વારા અખંડ ભારતના વીર સપૂત નથુરામ ગોડસેના જન્મદિવસ ની ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૪ જામનગર શહેરમાં હિન્દુ સેના દ્વારા ગઈકાલે ૧૯ મેના દિવસે અખંડ ભારતના વીર સપૂત નથુરામ ગોડશે ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને સત સત નમન કર્યા હતા.અખંડ ભારતનું સપનું લઈ ને દેશના ટુકડા ન થવા દેવાના સાકાર સપના સાથે ૧૯ મે ૧૯૧૦ માં નથુરામ ગોડસેજીએ મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં જન્મ લીધો હતો. રાષ્ટ્ર માટે કઈંક કરી છૂટવા ના લક્ષ્ય સાથે આગળ વધતા કટ્ટર હિન્દુવાદી અને દેશના મહાન પંડિત નથુરામ વિનાયક ગોડસે ના ગઈકાલે જન્મદિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં પોતાના કાર્યાલય ખાતે ગોડસેજીની પ્રતિમા ને ફુલહાર તેમજ આરતી કરી સૈનિકોમાં મીઠાઈઓ ખવડાવીને ઉમંગ અને ઉત્સાહથી જન્મ દિવસની ઉજવણી કરી સત સત નમન કર્યા હતા.

નથુરામ ગોડસેની અંતિમ ઇચ્છા હતી, કે સિંધુ નદી અખંડ ભારતમાં વહે, ત્યારે સિન્ધુ નદીમાં તેમની અસ્થી વિસર્જન કરવામાં આવે. હિન્દુ સેના પણ હિન્દુ રાષ્ટ્રને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા આખરી દમ તક લડવાની તૈયારી સાથે આગળ વધી રહી છે.