જામજોધપુર ના વિરપર ગામે ધાર્મિક પ્રસંગમાં સાળાના હાથે બનાવીને હત્યા

0
9523

જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન ધીંગાણું ખેલાયું

  • બન્ને પક્ષના સામસામાં હુમલામાં એક યુવાનની હત્યા નિપજાવાઈ: બન્ને પક્ષે અન્ય ચાર વ્યક્તિ ઘાયલ

  • જામજોધપુર તાલુકા ના વીરપુર ગામમાં સાળાના હાથે બનેવીની હત્યાની ઘટના થી ભારે ચકચાર

  • શેઠ વડાળા પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો નોંધ્યો: બન્ને પક્ષના એક એક વ્યક્તિ સારવાર હેઠળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ મે ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વીરપુર ગામે ગઈકાલે ગઢવી સમાજના યોજાયેલા ધાર્મિક પ્રસંગ દરમિયાન ગઢવી પરિવારના વેવાઈ વેલા બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, અને સાળા દ્વારા છરી વડે હુમલો કરી બનેવીની હત્યા નીપજાવાઈ હતી. બંને પક્ષના મારામારીમાં અન્ય ૩ વ્યક્તિ ઘાયલ થઈ હતી. જે પૈકી બંને જૂથના એક એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. શેઠ વડાળા પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વીરપર ગામમાં ગઈકાલે ગઢવી સમાજના વિરમ પરિવાર ના માતાજીના હવન સહિતનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાંથી વિરમ પરિવારના સભ્યોને આમંત્રણ અપાયું હતું, અને અનેક પરિવારો ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે ધાર્મિક પ્રસંગ અને જમણવાર પૂરો થયા પછી જામજોધપુર અને જુનાગઢના બે વેવાઈ વેલા પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જામજોધપુર તાલુકાના માલાવડા નેશ માં રહેતા અને માલધારી તેમજ ખેતીનો વ્યવસાય કરતા પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા જેઓ પણ પોતાના પરિવાર સાથે ઉપરોક્ત ધાર્મિક પ્રસંગમાં હાજર રહ્યા હતા, જેના પુત્ર વીરાભાઈ પાલાભાઈ ટાપરીયા (૨૬) કે જેના લગ્ન જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપુર ગામના માંડણભાઈ આલાભાઇ સાથે થયા હતા, જે પરિવાર પણ આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યો હતો, અને વીરાભાઈના ત્રણ સાળા અને સસરા હાજર રહ્યા હતા. પાલાભાઈ ના પુત્ર વીરાભાઇ ના લગ્ન માંડણભાઈ ની પુત્રી હિરીબેન સાથે થયા પછી જે લગ્નની શરૂઆતમાં ત્રણ મહિના સુધી સંસાર બરોબર ચાલ્યો હતો, પરંતુ પતિ-પત્તિ પતિ વચ્ચે ઝગડો થતાં હીરીબેન તેના માવતરે ચાલી ગઈ હતી, અને તેણીએ પતિ અને સસરિયાઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર ધારા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી બંને પરિવારો વચ્ચે ઝઘડા થયા હતા, અને મારામારીનો કેસ પણ નોંધાયો છે ત્યારથી બંને પરિવાર વચ્ચે મન દુઃખ ચાલી રહ્યું છે.દરમ્યાન ગઈકાલે ધાર્મિક પ્રસંગમાં સર્વે એકત્ર થતાં પાલાભાઈ ના પુત્ર વીરાભાઇ ટાપરિયાએ પોતાના સાળા નાથાભાઈ, રાજુભાઈ અને પુનાભાઈ તેમજ સસરા માંડણભાઈ પાસે જઈને સમાધાન કરી લેવા અને હીરીબેન ને પરત મોકલવાની વાત કરી હતી.દરમિયાન ઉપરોક્ત તમામ લોકો ઉસ્કેરાઈ ગયા હતા, અને તમે હીરીબેનને ત્રાસ આપો છો, તેમ કહી ઝઘડો કરી છરીવાડે હુમલો કરી દીધો હતો. પુનાભાઈ, નાથાભાઈ અને રાજુભાઈ વગેરેએ અને છરી અને ધોકાવાડે હુમલો કરી દેતાં વીરાભાઇ ટાપરિયાનું ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે તેના પિતરાઈ ભાઈ માંડણ સામત ટાપરીયા ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી દેતાં તેને ગંભીર ઇજા થઇ હતી.ત્યારે સામા પક્ષના પુના માંડણ વિરમ ને પણ મારામારીમાં ગંભીર ઈજા થઈ હતી. તેથી ૧૦૮ ની ટીમને સ્થળ પર બોલાવી હતી, અને તેઓને બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને બંને જૂથના એક એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જયારે અન્ય એક વ્યક્તિને મારામારી માં સામાન્ય ઈજા થઈ હતી.આ બનાવ ની જાણ થતાં શેઠવડાળા અને લાલપુરની પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી. હત્યાના બનાવ અંગે પોલીસે મૃતક વીરાભાઇ ના પિતા પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા ની ફરિયાદના આધારે વીરાભાઇના ત્રણ સાળા નાથાભાઈ માંડણભાઈ વિરમ, પુનાભાઈ માંડણભાઈ વિરમ અને રાજુ ઉર્ફે રાજો માંડણભાઈ વિરમ તથા સસરા માંડણભાઈ આલાભાઇ વિરમ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય આરોપીઓ સામે પોલીસે આઇપીસી કલમ ૩૦૨,૩૦૭,૩૨૪,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો થયો છે.

જ્યારે સામા પક્ષે જુનાગઢ જિલ્લાના વિસાવર તાલુકાના લાલપર ગામના વતની માંડણભાઈ આલાભાઇ વિરમ (ગઢવી) એ પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા, ઉપરાંત વિજસુર પાલાભાઈ, ટાપરીયા, માંડણભાઈ સામતભાઈ ટાપરિયા અને જીવાભાઈ સામતભાઈ ટાપરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદમાં ઉપરોક્ત ચારેય શખ્સોએ પોતાના પુત્ર પુના માંડણભાઇ વિરમ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, તેમજ પોતાને લાકડી અને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી.એસ.આઈ. વી.એન. ગઢવીએ આઇપીસી કલમ ૩૨૬,૩૨૩,૧૧૪ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે.