‘છોટીકાશી’ ના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

0
563

છોટીકાશી’ ના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

  • હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી તથા બટુક ભોજન સહિતનો ધર્મોત્સવ યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ એપ્રિલ ૨૪  ,’છોટીકાશી’ કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર, શ્રી દાંડીયા હનુમાન મંદિર, શ્રીરામદુત હનુમાનજી મંદિર, શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર, શ્રી લીંબડીયા હનુમાન મંદિર સહિતનાં વિવિધ પ્રસિદ્ધ-પ્રાચીન મંદિરોએ હનુમાનજીની આરાધના માટે વિશેષ આયોજનો થયા હતાં, તેમજ ભક્તોમાં કેળાનાં પ્રસાદ તેમજ બુંદી ગાંઠિયાનાં વિતરણ, અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન સહિતનાં આયોજનો પણ થયા હતાં.શેરી-ગલીઓમાં પણ આવેલ હનુમાનજીની ડેરીઓમાં પણ સ્થાનિકો દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડ પાઠ વગેરે ધર્મકાર્યો તથા વાડીઓમાં બટુક ભોજનનાં કાર્યક્રમો યોજી ધર્મોત્સવ ઉજવાયો હતો.