જામનગરના ધુતારપરમાં સમૂહ આત્મહત્યા પ્રકારણમાં નવો વણાંક

0
5854

જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ત્રણ બાળકોને કૂવામાં ફેંકી દઇ શ્રમિક મહિલાના આત્મહત્યાના પ્રકરણમાં નવો વણાંક

  • પતિના ત્રાસના કારણે પરપ્રાંતીય મહિલાએ ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ કૂવો પૂર્યો: પતિ સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ એપ્રિલ ૨૪ જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં પરમદીને સાંજે એક મહિલાએ પોતાના ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પતિ દ્વારા સૌપ્રથમ પત્નીને પિયરે જવું હોવાથી તેણીને ના પાડતાં આ પગલું ભર્યું હોવાનું જાહેર કરાયું હતું.પરંતુ મૃતક મહિલાના પિતા મધ્યપ્રદેશથી જામનગર આવી પહોંચ્યા હતાઝ અને તેઓએ પોતાની પુત્રીને પતિનો અસહ્ય ત્રાસ હોવાથી આ પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું હોવાથી પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે. અને તેની અટકાયત કરી છે.

આ બનાવ ની વિગત એવી છે કે ધૂતારપર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી ધનુબેન ઉર્ફે સંગીતાબેને રવિવારે સાંજે પોતાના ત્રણ માસુમ સંતાનો ને કુવામાં ફેંકી દઈ પોતે પણ કૂવામાં ઝમ્પલાવી આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ બાદ ફાયર બ્રિગેડનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું, ચારેયના મૃત્યુ દેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, અને મૃતક મહિલાના પતિ કમલેશ જ્ઞાનસિંગ મીનાવા નું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે પોલીસ સમક્ષ પત્નીને માવતર જવું હોવાથી હમણાં જવાની ના પાડતાં માઠું લાગવાના કારણે ત્રણેય સંતાનોને કુવામાં ફેંકી દઇ પોતે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ સમગ્ર પ્રકરણની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ એ કે પટેલે સંગીતાબેન ના પિતા સેરુભાઈ રડુભાઇ માવડા મધ્ય પ્રદેશ રહે છે, ત્યાંથી તેઓને જામનગર બોલાવી લીધા હતા, અને આ પ્રકરણમાં તેઓનું નિવેદન નોંધતાં તેમણે પતિના ત્રાસના કારણે પોતાની પુત્રીએ આપઘાત કર્યો હોવાનું અને ત્રણ સતાના ને પણ કૂવામાં ફેંકી દીધાનું જણાવ્યું હતું. તેથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, અને મૃતક સંગીતાબેન ના પિતાની ફરિયાદ ના આધારે પોલીસે તેણીના પતિ કમલેશ જ્ઞાનસિંગ મીનાવા સામે આઇપીસી કલમ ૩૦૬ અને ૪૯૮ એ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.