જામનગરમાં ક્ષત્રિયાણી મેદાને : કલેક્ટર કચેરી રાજપૂત છાવણીમાં ફેરવાઈ

0
3501

રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે જામનગરમાં ક્ષત્રિય બહેનો નું અવેદન

  • પુરુષોત્તમ રૂપાલાના બફાટ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં આક્રોશ : ભાજપ વિરૂદ્ધ મતદાનના શાપથ લેવાયા
  • ભાજપ તુજસે વેર નહીં પુરુષોત્તમ તેરી ખેર નહિ ના નારા લાગ્યા : આગ ઘર ઘર સુધી પહોંચી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૪, ક્ષત્રિય સમાજ વિશે અવ્યહારૂ ટીપણી કરનાર રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં ક્ષત્રિય સમાજના બહેનોએ વિશાળ સંખ્યામાં રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. આ સમયે બહેનોએ જય ભવાની ના નારા પણ લગાવ્યા હતા.

રાજકોટ ની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા નાં ક્ષત્રિય સમાજ વિશે ની અભદ્ર ટીપ્પણી સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અને ગામે ગામ વિરાટ પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા છે.ત્યારે આજે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના હજારો ની સંખ્યામાં બહેનો ની એક વિશાળ રેલી નીકળી હતી, અને જય ભવાની ના નારા લગાવી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. અને પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માગણી સરકાર સમક્ષ પહોંચાડવા રજૂઆત કરી હતી.

રાજપૂત સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ સરકાર આ સમાજ ની લાગણી સમજતી નથી. હવે આ સમાજ આગામી સમયમાં પોતાની ખુંમારી બતાવશે જેનો સમય પાકી ગયો છે.