જામજોધપુરમાં પ્રેમલગ્ન કરનાર વકીલ મહિલાને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢી

0
2208

જામજોધપુર માં પ્રેમલગ્ન કરનાર એડવોકેટ મહિલાને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢ્યાની પોલીસ ફરિયાદ

  • પતિએ છૂટાછેડા નહીં આપે તો જીવતી નહીં રહેવા દઉં તેમ કહી ધમકી આપતાં મામલો પોલીસ મથકે લઈ જવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ એપ્રિલ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતી એક એડવોકેટ યુવતી કે જેણે પ્રેમ લગ્ન કર્યા પછી તેણીના સાસરીયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી, તેમજ છુટા છેડા આપી દેવા માટે ધાક ધમકી અપાતાં તમામ સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર માં તિરુપતિ સોસાયટીમાં રહેતી અને વકીલાત ની પ્રેક્ટિસ કરતી પીન્ટુબેન કુરજી ભાઈ પરમાર નામની ૪૦ વર્ષની યુવતી કે જેના ૨૦૧૬ ની સાલમાં જામજોધપુર ના વતની અને હાલ જુનાગઢ માં રહેતા મૌલિક અશોકભાઈ ઝાખરીયા સાથે પ્રેમ લગ્ન થયા હતા. ૨૦૧૬ ની સાલથી ૨૦૧૯ ની સાલના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે પતિ મૌલિક તથા સાસુ સસરાએ મેણા ટોણા મારી ત્રાસ ગુજાર્યો હતો, અને આખરે પીન્ટુબેન ને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

ત્યારબાદ પતિ મૌલિકે છૂટાછેડા આપવા માટે દબાણ કરી જો છૂટાછેડા નહીં આપે, તો જીવતી નહીં રહેવા દઉ, તેવી ધમકી આપતાં આખરે જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને જામજોધપુર પોલીસે પીન્ટુબેનની ફરિયાદના આધારે તેણીના પતિ મૌલિક હર્ષદભાઈ ઝાખરીયા, સસરા હર્ષદભાઈ જેન્તીભાઈ ઝાખરીયા, અને સાસુ નીતાબેન હર્ષદભાઈ ઝાખરીયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.