જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧૩૮ વીજ ગ્રાહકોએ નાણા નહીં ભરતાં વીજ જોડાણ કટ કરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ માર્ચ ૨૪, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા બાકી રોકાતા વીજબીલ ના નાણાની વસુલાત માટે જુદી જુદી પાંચસો ટુકડીઓને દોડતી કરાવાઈ છે, અને બાકી રોકાતી રકમ વસૂલવા માટેની ઝુંબેશ ને વેગવંતી બનાવી છે, જેના ભાગરૂપે ૨૧૩૮ વિજ ગ્રાહકએ પોતાના વીજબિલના અંદાજે એક કરોડ ૪૪ લાખ જેટલા નાણા ભરપાઈ કર્યા ન હોવાથી તેઓના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે. ગત તા ૨૩.૩.૨૦૨૪ થી ૨૭.૩.૩૦૨૪ ના ચાર દિવસના સમયગાળા દરમિયાન ૫૦૦થી વધુ ટીમોને હાલારના બંને જિલ્લાઓમાં દોડતી કરાવવામાં આવી હતી, જે પૈકી ૧૯,૧૧૧ વિજ ગ્રાહકોએ અંદાજે પાંચ કરોડ ૨૦ લાખની રકમ ભરતભાઈ કરી દીધી હતી. આજે તારી ગઈકાલ તારીખ ૨૮.૩.૨૦૨૪ ની સ્થિતિ મુજબ હજુ ૩૯.૮૪ કરોડની વસૂલાત બાકી છે ત્યારે ૩૧ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન બાકી રોકાતી રકમ ભરપાઈ કરી દેવા પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.