જામનગરમાં સચીન નંદા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો : મોહિત નંદા સામે FIR

0
4830

જામનગરના એક વેપારી વ્યાજખોર ની ચુંગાલમાં ફસાયા હોવાથી મામલા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો

  • જામનગરના વ્યાજખોરે મુદ્દલ જેટલું જ પાંચ ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી ૫.૬૫ લાખના ચેકમાં સહી કરાવી લીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૪, જામનગરના એક વેપારી વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયા છે, અને સવા બે લાખ રૂપિયા માસિક ૫ ટકા ના વ્યાજે લીધા પછી મુદ્દલથી વધુ વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં વેપારીને માર મારી બળજબરી પૂરક પાંચ લાખ પાંસઠ હજારના કોરા ચેકમાં સહી કરાવી લીધી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા સચિન પ્રવીણભાઈ નંદા નામના વેપારીએ પોતાના ધંધાની જરૂરિયાત માટે જામનગરના નાનક પુરી વિસ્તારમાં રામનાથ કોલોની માં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામના શખ્સ પાસે રૂપિયા બે લાખ ૨૫ હજાર માસિક પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેના બદલામાં આજ દિવસ સુધીમાં મુદલ કરતા વધારે એટલે કે બે લાખ ચાલીસ હજાર ની રકમ ચૂકવી દીધી હતી.

તેમ છતાં વધુ વ્યાજ અને મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ અપાતી હતી, અને બળજબરી પૂર્વક ૫,૬૫,૦૦૦ ની રકમ ભરેલો ચેક મેળવી લીધો હતો. તેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી PSI ટી.ડી. બુડાસણાએ મોહિત સુભાષભાઈ નંદાસ સામે આઈપીસી કલમ ૪૮૪,૫૦૪,૫૦૬-૧ અને મની લેન્ડર્સ એક કલમ ૫,૩૯,૪૦, અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.