જામજોધપુર માં જુગારનો દરોડામાં 2 ઝડપાયા 19 મુઠીઓવાળી ભાગી છૂટયા

0
1929

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં પોલીસે પાડેલા જુગારના દરોડામાં બે આરોપી પકડાયા: જ્યારે ૧૯ ભાગી છૂટ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જુગાર અંગે ગઈ રાત્રે પોલીસે દરોડો પાડયો હતો, દરમિયાન નાશ ભાગ થઈ હતી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ ૧૯ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ગઈ રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી પોલીસને મળતાં ગઈ રાતે જામજોધપુરની પોલીસ ટુકડીએ જામવાડી ગામમાં પહોંચી જઈ દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન ભારે નાશ ભાગ થઈ હતી. દરમિયાન પોલીસે જામવાડીના રીક્ષા ચાલક સંજય કિશોરભાઈ બારડ તેમજ જામવાડીના ખેડૂત નાનજીભાઈ ખીમાભાઈ ચાવડા ની અટક કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૧૧,૧૯૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

પોલીસના આ દરોડા સમયે મોહનભાઈ માધાભાઈ ચાવડા, જયંતીભાઈ ભોજાભાઇ ચાવડા, કાનાભાઈ ઝીણાભાઈ વાઘ, કાનાભાઈ વિનોદભાઈ બલવા, વિપુલભાઈ વલ્લભભાઈ ભડાણીયા, નરસિંહભાઈ ભીખાભાઈ ચાવડા, નાનજીભાઈ ખાખાભાઈ, અલ્પેશ ઉર્ફે આંબો જયંતીલાલ વાછાણી, રાકેશ ભીમાભાઇ ચાવડા, દિવ્યેશ ગોવિંદભાઈ વાછાણી, વિમલ અરવિંદભાઈ, નિલેશ કારાભાઈ સગારકા, રમેશ ગિરધરભાઈ ભડાણીયા, ચેતન ભગાભાઈ સીતાપરા રમેશ ભડાણીયા, મેહુલ હાજાભાઇ ડાભી, મનસુખભાઈ ખાંટ, રાજ ઉર્ફે બાલી રવજીભાઈ અને ભરત વલ્લભભાઈ ચાવડા પોલીસને જોઈને ભાગી છૂટી હોવાથી તમામને ફરારી જાહેર કરાયા છે.