જામનગરમાં વકીલની હત્યામાં કુખ્યાત સાયચા બંધુઓ સહિત ૧૫ સામે ગુનો નોંધાયો

0
16967

જામનગરના એડવોકેટની સરા જાહેર હત્યા પ્રકરણમાં કુખ્યાત સાયચા બંધુઓ સહિત ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધાયો

  • પંચવટી વિસ્તારની શિક્ષિકા ના આપઘાતનું પ્રકરણ કારણભૂત: વકીલ નો કાંટો કાઢી નાખવા પૂર્વયોજિત કાવતરું ઘડી હત્યાને અંજામ અપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૪ જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ ની સરા જાહેર હત્યા નીપજાવવા અંગેના અતી ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ સહિત ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પંચવટી વિસ્તારની એક શિક્ષિકા ના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલ નો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયા નું પોલીસમાં જાહેર થયું છે. હાલ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ આરોપીઓને શોધી રહી છે.આ અતિ ચકચાર જનક બનાવ ની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજા કે જેઓની ગઈકાલે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મીલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજવામાં આવી હતી. એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઈક પર પોતાના ઘેર જઈ રહ્યા હતા, જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેઓનાપર છરી- ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઇ વેતરી નાખ્યા હતા. તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યા તબિબે મૃત જાહેર કર્યા હતા, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને જિલ્લા પોલીસવડા પ્રેમ સુખ ડેલુ ની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફ્લો જી.જી. હોસ્પિટલ અને બેડેશ્વર વિસ્તારમાં ખડકાઈ ગયો હતો, અને રાત્રીભર કોમિંગ હાથ ધર્યું હતું. હાલ તમામ આરોપીઓ ભાગી છૂટયા છે, તેઓને પોલીસ શોધી રહી છે.આ હત્યા ના બનાવવા અંગે મૃતકના ભત્રીજા વોર્ડ નંબર -૧ના કોર્પોરેટર નૂરમામદ ઓસમાણભાઈ પલેજાએ સીટી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કાકા એડવોકેટ હારુન પલેજાની હત્યા નીપજાવવા અંગે ૧૫ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને બેડી વિસ્તારના બસીર જુસબ સાઈચા, ઈમરાન નૂર મહંમદ સાઈચા, રમજાન સલીમભાઈ સાઈચા, સિકંદર રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુસેન કકકલ, સુલેમાન હુસેન કકકલ, ગુલામ જુસબ સાઈચા, એજાજ ઉંમર સાઈચા, મહેબૂબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી ઉંમર ઓસમાણ ચમડિયા અને સબીર ઓસમાન ચમડીયા સામે ગુનો નોંધ્યો છેજે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૨,૧૨૦ -બી,૧૪૭,૧૪૮,૧૪૯, તેમજ જીપીએફ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.પંચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા ના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેમાં આરોપી તરીકે રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા આરોપીઓ તરીકે હતા.જેમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, અને આરોપીઓ દ્વારા અદાલતમાં કરાયેલી જામીન અરજીમાં લડત આપી હતી.જેની સુનાવણી દરમિયાન એડવોકેટ અને તેના અસીલ જામનગરની અદાલતની લોબી માંથી પસાર થતા હતા, જે દરમિયાન તેઓને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ આરોપીઓ દ્વારા વૈમનષ્ય રખાયું હતું, અને ગઈકાલે પૂર્વ યોજિત કાવતરું ઘડીને એડવોકેટ નો કાંટો કાઢી નાખવા માટે હત્યા નીપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.