જામનગર સીટી A-B પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ

0
2371

જામનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વ અને શિવ શોભા યાત્રાને અનુલક્ષીને સિટી એ. અને બી. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ માર્ચ ૨૪ જામનગર શહેરમાં આવતીકાલે તા ૮.૩.૨૦૨૪ ને મહાશિવરાત્રીના પર્વ તેમજ શોભાયાત્રા ના આયોજનને અનુલક્ષીને શહેરમાં શાંતિ અને ભાઈચારા નું વાતાવરણ જળવાયેલું રહે, તેના અનુસંધાને શહેરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથેની શાંતિ સમિતિની બેઠક શહેરના સીટી એ. તેમજ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સૌપ્રથમ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહાદેવ હર મિત્ર મંડળ ચેજીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ તથા અન્ય જુદા જુદા સંગઠનના આગેવાનો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ૨૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહેરમાં શિવરાત્રી સહિતના ધાર્મિક કાર્યક્રમોની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા દ્વારા સર્વે અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી.

ત્યારબાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના ૨૩ થી વધુ અગ્રણીઓ જોડાયા હતા, અને મહાશિવરાત્રીનો મહાપર્વ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.