જામનગર માં ઘણા લોકો ની ‘ફિલ્મ’ ઉતરી ગઈ : 20 દંડાયા

0
5324

જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર ટ્રાફિક શાખા દ્વારા ડાર્ક ફિલ્મ વાળી કારના ચાલકો સામેની ઝુંબેશમાં ૨૦ ફોરવ્હીલ ચાલકો દંડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ ફેબ્રુઆરી ૨૪ જામનગર નજીક ખંભાળીયા બાયપાસ રોડ પર ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને ડાર્ક ફિલ્મ વાળી કાર ના ચાલકો પર તવાઈ બોલાવી હતી. અને ૨૦ કાર ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે તેઓની કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પરજ હટાવાઇ હતી. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આઈપીએસ અધિકારી અજય કુમાર મીણાં અને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા ગઈકાલે સાંજે ખંભાળિયા બાયપાસ રોડ પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ડાર્ક ફિલ્મ લગાવીને કાર ચલાવતા હોય તેવા કાર ચાલકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ગઈકાલે સાંજે બે કલાકના સમયગાળા દરમિયાન ડાર્ક ફિલ્મ લગાવેલા ૨૦ કાર ચાલકો મળી આવ્યા હતા. જે તમામ કારમાંથી ડાર્ક ફિલ્મને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી, જયારે તેઓ પાસેથી સ્થળ પર હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.