જામનગરના બેડી ગેઇટ જેવા ભરચકક વિસ્તારમાં યુવાન પર સરાજાહેર છરીબાજી

0
8729

જામનગરના બેડી ગેઇટ જેવા ભરચકક વિસ્તારમાં એક યુવાન પર ગઈ કાલે સરા જાહેર છરી વડે હુમલો કરાતાં ભારે દોડધામ

  • ઈજાગ્રસ્તની ભત્રીજી સાથે આરોપીના છૂટાછેડા થઈ જતાં મનદુઃખ રાખી બે ભાઈઓએ હુમલો કર્યાની ફરિયાદ
  • આરોપી : – (૧) મુકેશ પાલા પરમાર (૨) ઉપેન્દ્ર ઉર્ફે ઉકો પાલા પરમાર રહે.બન્ને વીક્ટોરીયાપુલ નીચે ભારતવાસ શેરી નં.૦૫ જામનગર”
  • સરાજાહેર છરીબાજી નો Video સોશિયલ મીડિયા ખૂબજ વાયરલ થયો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ફેબ્રુઆરી ૨૪ જામનગરમાં બેડી ગેઇટ જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવાન પર સરા જાહેર છરી વડે હુમલો કરાયા ની ઘટના બનતાં ભારે અફડાતફડી સર્જાઇ હતી. બે ભાઈઓએ હીચકારો હુમલો કર્યો હોવાથી તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. ઇજાગ્રસ્ત ની ભત્રીજી સાથે આરોપીના પ્રેમલગ્ન થયા પછી તુરતજ છૂટાછેડા થઈ જતાં તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ભારત વાસ શેરી નંબર પાંચમાં રહેતો અને મજૂરી કામ કરતો છગનભાઈ દેવાભાઈ ઝાખર નામનો ૪૦ વર્ષનો યુવાન ગઈકાલે સાંજે ૬.૦૦ વાગ્યા ના અરસામાં બેડીગેઇટ વિસ્તારમાં ઉભો હતો, જે દરમિયાન મુકેશ પાલાભાઈ પરમાર અને ઉપેન્દ્ર ઉર્ફે ઉકો પાલાભાઈ પરમાર નામના બે ભાઈઓ ત્યાં છરી સાથે ઘસી આવ્યા હતા, અને છગનભાઈ પણ છરી વડે હુમલો કરી દીધો હતો, અને આડેધડ છરીના ઘા જીક્યા હતા.

આ બનાવ સમય ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને લોકો નો ટોળું એકત્ર થયું હતું.જે પૈકી કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો, અને મારામારીના દ્રશ્યો તેમાં કેદ થયા હતા, જે વિડિયો ગઈકાલે મોડી રાત્રે થી આજ સવાર સુધી શહેર ભરમાં વાયરલ થયો હતો, આ ઘટના પછી પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન બંને હુમલાખોર ભાઈઓ ભાગી છુટ્યા હતા, અને ઇજાગ્રસ્ત છગનભાઈ ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને ત્યાં તબીબો દ્વારા તેના પર શસ્ત્ર ક્રિયા કરવામાં આવી હતી.

પોલીસે છગનભાઈ જાખરની ફરિયાદ ના આધારે બંને હુમલાખોર ભાઈઓ મુકેશ પાલા પરમાર અને ઉપેન્દ્ર પાલા પરમાર સામે આઇપીસી કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૬ (૨) ,૧૧૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫-૧ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી છગનભાઈ ના ભાઈ રમેશભાઈ ની પુત્રી વિજયાબેન સાથે આરોપી મુકેશ પરમાર ના આજથી ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા, અને બંનેએ પ્રેમ લગ્ન કરેલા હતા. પરંતુ બંને વચ્ચે ઝઘડાઓ થતા હોવાથી એકાદ માસની અંદર છુટાછેડા થઈ ગયા હતા. જેના કારણે ફરિયાદી અને આરોપી વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી, જેનો ખાર રાખીને ગઈકાલે સાંજે બંને ભાઈઓએ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ફરાર થઈ ગયેલા બંને ભાઈઓ ની શોધખોળ હાથ ધરી છે.