જામનગર માં મધરાત્રે સગીર સાળી ભગાડી જવા જમાઈ ધુસ્યો , સસરા જાગી જતા ખૂની ખેલ

0
5923

જામનગરમાં પ્રણામી વે બ્રિઝ વિસ્તારમાં જમાઈ જમ બન્યો હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર

  • મોડી રાતે સગીર સાળીને ભગાડી જવા માટે આવેલા જમાઈને સસરા એ જોઈ જતાં સસરા પર કુહાડીનો ઘા ઝીંકી દઈ ખૂનની કોશિશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ ફેબ્રુઆરી ૨૪ જામનગરના પ્રણામી વે બ્રિજ વિસ્તારમાં મધરાતે સગીર સાડી ને નસાડી જવા માટે આવેલા જમાઈએ અચાનક નિંદ્રામાંથી જાગી ગયેલા સસરા પર કુહાડીનો ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે આરોપો જમાઈ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પ્રણામી વે બ્રિજ પાછળના ભાગમાં ઝુપડપટી માં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની કરણ ગલીયાભાઈ મોહનિયા નામના ૨૨ વર્ષ ના આદિવાસી શખ્સે તે જ વિસ્તારમાં ઝૂંપડું બનાવીને રહેતા પોતાના સસરા સજનસિંહ ફતુભાઈ પારધી ના માથામાં કુહાડાનો ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જીવલેણ હુમલા ના બનાવ અંગે ઇજાગ્રસ્ત સજનસિંહ ના નાના ભાઈ આનંદ પથુભાઈ પારઘી એ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કરણ મોહનિયા સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદ ના અનુસંધાને પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૦૭,૩૨૩, તેમજ જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આરોપી કરણ મોહનીયા કે જે ઇજાગ્રસ્ત સજજનસિંહ નો જમાઈ થાય છે, અને ગઈ મોડી રાત્રે સજજનસિંહ અને તેની નાની સગીર પૂત્રી કે જેઓ ઝુપડામાં સુતા હતા, જે દરમિયાન આરોપી પોતાની સગીર સાળીને ભગાડી જવા માટે આવ્યો હતો. જે દરમિયાન તેના સસરા એકાએક જાગી જતાં જમાઈએ ઉશ્કેરાટ માં આવી જઈ સસરા પર હુમલો કરી દીધો હતો, અને ભાગી છૂટ્યો છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.