જામનગર મહાનગર પાલિકા ની જનરલ બોર્ડની બજેટ બેઠક પૂર્વે વિરોધ પક્ષનું આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન
- શહેરના પડતર પ્રશ્નો અને ભ્રષ્ટાચાર ને લગતા બેનર પોસ્ટર લગાવીને વિરોધ પક્ષના સભ્યો હાજર થતાં કુતુહલ ફેલાયું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકાની આજે બજેટ અંગેની જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં શહેરના પડતર પ્રશ્નોની સમસ્યા તેમ જ ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષો દ્વારા જુદા જુદા સૂત્રો લખેલો પોસ્ટ લગાવીને બોર્ડમાં પ્રવેશ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે કુતુહલ સર્જાયું હતું.
વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, ઉપરાંત અલતાફ ખફી, અન્ય કોન્ગ્રેસ ના સભ્યો રચનાબેન નંદાણીયા, તથા અન્ય કોંગી સભ્યો વગેરે પોતાના ગળામાં વિવિધ સૂત્રો ચાર લખેલા પોસ્ટરો લગાવ્યા હતા.
જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રીજા સ્મશાનની માંગ, શહેરમાં વધતી જતી ગંદકીનો પ્રશ્ન, ટ્રાફિક સમસ્યા, રખડતા શ્વાનના ત્રાસ વગેરે મુદ્દાઓને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેથી આજે કુતુહલ સર્જાયું હતું.