લાલપુર તાલુકાની આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ફેબ્રુઆરી ૨૪ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે, લાલપુર તાલુકાની આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શ્રી આરબલુસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ સંસ્થાના ધોરણ- 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિજય ભુરીયાએ ચક્ર ફેંક કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ ધોરણ- 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન ગડારાએ લાંબી કુદ કેટેગરીમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ વિજેતા બાળકોને શાળા કક્ષાએ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૈયારી કરવા માટે એક્સપર્ટસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.