જામનગર મુંગણી ગામે ધિંગાણા પ્રકરણમાં સામસામી 14 સામે ફરિયાદ

0
9119

જામનગર તાલુકાના મુંગણી ગામમાં જૂની અદાવત ના કારણે બે જૂથ વચ્ચે શાસસ્ત્ર ધીંગાણું: બન્ને પક્ષે આઠ ઘવાયા

  • આરોપી:- (૧) કેશુભા વિભાજી જાડેજા  (૨) ભરતસિંહ દોલુભા કેર (૩) જીતુભા દોલુભા કેર (૪) રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા (૫) અજીતસિંહ જીલુભા જાડેજા (૬) મનોજસિંહ રણજીતસિંહ જાડેજા (૭) જયદેવસિંહ કેશુભા કેશરાણા (૮) દિલીપસિંહ ઘોઘુભા પીંગળ 
  • આરોપી:- (૧) રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા (૨) જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા (૩) ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા (૪) જાફરભાઇ યુસુબભાઇ વસા (૫) વનરાજસિંહ દેદા (૬) સહદેવસિંહ ઉર્ફે વિરાટ કેર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૪, જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગઈ રાત્રે જૂની અદાવત ના કારણે બે જૂથ વચ્ચે શાસ્ત્ર ધીંગાણું થયું હતું. અને સામ સામે તલવાર, પાઇપ, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવતાં બંને જૂથના કુલ આઠ લોકો ઘવાયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો મુંગણી ગામ મા દોડી ગયો હતો. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગઈકાલે એક સમાજવાડી મા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અજીતસિંહ જીલુભા જાડેજા ગયા હતા તેઓ મનોજસિંહ તથા કેશુભા વગેરે સાથે વાડી ની બહાર બેઠા હતા. જ્યાં જયરાજસિંહ જાડેજા જેસીબી મારફત જમીનનું લેવલિંગ અને સફાઈ કામ કરાવી રહ્યા હતા. ત્યારે વાહન નડતર હોવા થી સાઈડ માં રાખવાનું કહેતા અને બંને વચ્ચે અગાઉ પણ ફ્લાયએસ નાં કોન્ટ્રાક્ટ બાબતે ઝઘડો થયો હોવાથી એ જુની અદાવતને કારણે આરોપી જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા ( રે .સિક્કા), જાફર યુસુફભાઈ ,વનરાજસિંહ દેદા ( રે.ચેલા ) અને સહદેવ સિંહ ઉર્ફે વિરાટ કેર (રે. મેઘપર) એક સંપ કરીને અજીતસિંહ જાડેજા અને મનોજસિંહ ઉપર તલવાર ધારયા અને ગેડા વડે હુમલો કર્યો હતો. ઉપરાંત અન્ય ને પણ માર માર્યો હતો. આ બનાવો અંગે અજીતસિંહ જિલુભા જાડેજા એ પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી. આથી સિક્કા પો.સ્ટેશન માં ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ (૧) મુજબ  પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

જ્યારે શામાં પક્ષે રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા એ પણ ફ્લાયએસ નાં કોન્ટ્રાક્ટ ની જૂની માથાકૂટ નો ખાર રાખી પોતાના ઉપર તેમજ ભરતસિંહ જાડેજા અને જાફર ઉપર તલવાર, ધારીયા અને પાઇપ વડે હુમલો કરવા અંગે તેમજ અન્ય ઉપર પણ હુમલો કરવા અંગે મુંગણી ગામ નાં કેશુભા વિભાજી જાડેજા , ભરતસિંહ દલુભા કેર , જીતુભા દોલુભા કેર , રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા , અજીતસિંહ જીતુભા જાડેજા, જયદેવસિંહ કેશુભા કેસરાણા અને મેઘપર ગામના મનોજ રણજીત જાડેજા અને દિલીપસિંહ ઘોધુભા પિંગળ સામે ઇ.પી.કો. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૪૨૭ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ  વળતી ફરિયાદ નોંધાવી હતી .

આ બઘડાટી માં બંને પક્ષના કુલ આઠેક લોકોને નાની મોટી ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યારે બનાવ જાહેર થતાં જ પોલીસ કાફલો ઘટનાને દોડી ગયો હતો .અને ગામ મા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો . આ બનાવ ની વધુ તપાસ પો. સબ.ઇન્સ. આર એસ બાર ચલાવી રહ્યા છે.