જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ માં જોડાયા

0
822

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરી ફરજ માં જોડાયા

  • ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહા સંઘના આદેશ અનુસાર આજથી જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમ નો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ફેબ્રુ આરી ૨૪ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સમગ્ર રાજ્ય ભરમાં ફરજ બજાવતા પંચાયતી કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોને લઈ ને આજથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર જોડાયા છે.

કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની જુદી જુદી ચાર જેટલી માંગણીઓ જેમાં ૧.૪.૨૦૦૪ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબત, તેમજ કેન્દ્ર સરકારના ધોરણે પીએફમાં ૧૦ ટકા ના બદલે સરકારનો ફાળો ૧૪ ટકા કરવા, તથા કેન્દ્રના કારણે ડી.એ.ના સ્લેબ માં વધારો કરવા, ઉપરાંત કેન્દ્રના કારણે અન્ય ભથ્થાઓ સાતમાં પગાર પંચ મુજબ આપવા ની વિવિધ માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે.જે પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ આવ્યું ન હોવાથી આજે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર વિરોધ કરાયો છે.

આજે પ્રથમ દિવસે તથા આવતીકાલે બીજા દિવસે પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી કાળી પટ્ટી સાથે પોતાની ફરજ ચાલુ રખાશે, ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને પોતાની ફરજ બજાવશે, અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાશે. ત્યારબાદ આગામી તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૦૦ વાગ્યા થી ૩.૦૦ વાગ્યા સુધી ધરણાં નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.