જામનગર હાલારના બંન્ને જિલ્લાઓમાં વિજ ચેકિંગ : 64 લાખની વિજચોરી ખુલી

0
1539

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની દ્વારા હાલારના બન્ને જિલ્લાઓમાં ફરીથી વીજ ચેકીંગની કાર્યવાહીથી દોડધામ

  • સોમવાર અને મંગળવાર ના બે દિવસ દરમિયાન હાલાર પંથક માંથી રૂ. ૬૪.૧૮લાખ ની વિજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૪, જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગઈકાલે સોમવાર થી હાલારના બન્ને જિલ્લાઓ માં ફરી થી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે ગઈકાલે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકિંગ હાથ ધરી રૂપિયા ૨૪.૧૩ લાખ ની વિજ ચોરી ઝડપી લેવાઇ છે, ત્યારે આજે સતત બીજા દિવસે ખંભાળિયા તેમજ ધ્રોલ પંથકમાં વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.જેમાં રૂ.૪૦.૦૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા પખવાડિયાના વિરામ પછી ગઈકાલે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું, અને કુલ ૪૧ જેટલી ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જામનગર તાલુકાના દડીયા, મોખાણા, લાવડીયા, ઢંઢા સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે જ રીતે જામજોધપુર તાલુકાના બાલવા, ચુર, વસંતપુર, ઈશ્વરીયા, વેરાવળ સહિતના ગામોમાં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, સાથોસાથ લાલપુર તાલુકાના મુરીલા, મેમાણા, ગજણા સહિતના ગામોમાં પણ વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન ૪૨૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૮૫ વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને ૨૪.૧૩ લાખના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.

દરમ્યાન આજે સતત બીજા દિવસે પણ ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વિજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.જ્યારે આજે ધ્રોલ – જોડિયા પંથક નાં જોડિયા ,નેસડા ,વાવડી, માણેકપર,હરીપર ,હજામ ચોરા, અને ધ્રોલ તેમજ ખંભાળીયા તાલુકા નાં ખંભાળીયા, કજુરડા, કાઠી દેવળીયા , નાના માંઢા, મોટા માંઢા, જકાસિયા, નાના – મોટા આસોટા, દાત્રાણા , ધંધુસર અને સોનારડી ગામ મા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આજે ૫૫ ટીમ દ્વારા ૭૩૯ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા .જેમાંથી ૧૧૭ વીજ જોડાણ મા ગેરરીતિ જણાતાં આવા આસામીઓ ને રૂ.૪૦.૦૫ લાખ નાં પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.આમ બે દિવસ મા કુલ રૂ. ૬૪.૧૮ લાખ ની વીજ ચોરી ઝડપી લેવામા આવી છે.