જામનગર માં વિદ્યાર્થીનીઓ દ્વારા માતા-પિતાના પૂજન નો કાર્યક્રમ યોજાયો

0
961

જામનગરની લોહાણા કન્યા છાત્રાલયની ૫૦ વિદ્યાર્થીનીઓ દ્વારા માતા-પિતાના પૂજન નો કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ફેબ્રુઆરી ૨૪ જામનગરની લોહાણા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી પ૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આજે માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું.જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી સ્વ હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ, કે જેઓ દ્વારા આજે રવિવારે શરૂ સેક્શન રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠમાં માતૃ પિતૃ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.લોહા કન્યા છાત્રાલયના ગૃહમાતા ભાવનાબેન પોપટના માર્ગદર્શન હેઠળ કન્યા છાત્રાલયની ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા પિતાઓને ગાયત્રી શક્તિ પીઠમાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા, અને તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા પિતાનું શાસ્ત્રોક્તવિધિ ની સાથે પૂજાન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાયત્રી શક્તિપીઠમાં યોગવેદાંત સમિતિના શિલ્પાબેન જોબનપુત્રા તેમજ કિશનભાઇ અને સુભાષભાઈ વગેરે સભ્યો દ્વારા શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરાવવામાં આવ્યું હતું.આગામી ૧૪મી ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પણ માતૃ પિતૃઓનું પૂજન નો દિવસ છે, તેને અનુરૂપ આજે રવિવારના રજા ના દિવસે ગાયત્રી શક્તિપીઠમાં પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.