જામનગર જીલ્લા જેલ માંથી કેદી ની બાકી ની સજા માફ કરી જેલ મુક્ત કરાયા
- ૧૪ વર્ષથી સજા ભોગવતા કેદીને જેલ મુક્ત કરાયો : પરિવાર સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
- જેલ અધિક્ષક મનુભા જાડેજા દ્વારા હારતોરા કરી સન્માન સાથે વિદાય આપી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર નાં પાકા કામ નાં એક કેદી ની બાકી ની સજા માફ કરી ને આજે તેમને મુક્ત કરવા આવ્યા હતા.અને સમાજ મા પુનઃ સ્થાપન માટે શુભેચ્છા પાઠવી હતી.આજીવન કેદની સજા પામેલા જે કદી એ ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા હોય તેવા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટે ના હકારાત્મક પ્રયત્નો નો થકી આજ તા.૦૧-૦૨-૨૦૨૪ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ના આદેશોનુસાર જામનગર જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામ નાં કેદી કેશુપુરી મોહનપુરી ગોસાઈ, (ઉમર વર્ષ ૫૯ ) ને સી.આર.પી.સી-૪૩૨ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરતાં આ મજકુર કેદી ને શરતો આધિન આજ રોજ જેલ મુકત કરવામાં આવ્યા છે.
તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવ્યા હતા તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજ માં પુન:સ્થાપન ની શુભેચ્છા ઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવેલ છે.