જામનગર પટેલ વેપારીને પીપરટોડામાં સર્પદંશ : PMમાં ખુલાસો

0
5070

જામનગર ના બ્રાસપાટના વેપારીનના પીપરટોડા પાસે મળી આવેલા મૃતદેહ ના પોસ્ટમોર્ટમ દરમિયાન થયો ખુલાસો

  • મૃતકને ઝેરી જાનવર કરડી જતાં જેરી અસર થવાના કારણે મૃત્યુ થયું: પગમાં જાનવર ના ડંખ જોવા મળ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ફેબ્રુઆરી ૨૪  જામનગર ના બ્રાસપાર્ટ ના એક વેપારી પોતાની વાડીએ બાઇકમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન પીપરટોડા ગામ પાસેથી ગઈકાલે સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તેને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી જતાં ઝેરી અસર થવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નિકળ્યું છે, અને પગમાં ઝેરી જાનવર ના ડંખના ત્રણ નિશાન જોવા મળ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કીર્તિ પાન પાછળ વ્રજ સોસાયટીમાં રહેતા અને મૂળ કાલાવડ તાલુકાના નવાગામ ના વતની અને બ્રાસપાટ નું કારખાનું તેમજ ખેતીવાડી ધરાવતા દિનેશભાઈ શીવાભાઈ સાવલિયા (ઉ.વ.૪૫), કે જેઓ ગઈકાલે સવારે પોતાના ઘેરથી વાડીએ આંટો મારવા માટે નીકળ્યા હતા, દરમિયાન તેઓ બપોર સુધી પરત ફર્યા ના હતા, અને તેમનો મોબાઇલ ફોન નો રિપ્લાય થતો હતો.

દરમિયાન ગઈકાલે સાંજ સુધી તેઓની શોધખોળ બાદ લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે પુલિયા નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓને માથામાં સહેજ ઈજા થયાનું નિશાન જોવા મળ્યું હોવાથી લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, શંકાસ્પદ મૃત્યુ ગણીને અને આજે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેઓનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

જેના રિપોર્ટમાં તેઓને ઝેરી અસર થવા થી મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળ્યું હતું, અને તેમને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોય તેવા અલગ અલગ ત્રણ ડંખ જોવા મળ્યા હતા, અને તેના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું.

પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન દિનેશભાઈ સાવલિયા, કે જેઓ પોતાની વાડીએ જતી વખતે પીપરટોડા નજીક બાઇકને સાઈડમાં રાખીને તેઓ જાજરૂ કરવા ગયા હશે, તે દરમિયાન તેઓને પગમાં ઝેરી જાનવર કરડી ગ્યાનો અંદાજ કરવામાં આવ્યો છે. જ્યારે જાનવર ના ડંખના કારણે તેઓ નીચે પટકાઈ પડ્યા હોવાથી સ્થાનિક જગ્યાએ પડેલા એક પથ્થર વાગવાથી માથામાં સામાન્ય ઇજા નું નિશાન બન્યું હતું.સમગ્ર પરિવારની હાજરીમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવાયા પછી મૃતદેહ તેમના પરિવારજનોને સુપ્રત કરી દીધો છે. લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના લાખાભાઈ સહિતની ટીમ દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવી હતી.

મૃતક સવારથી નીકળ્યા પછી દિવસ દરમિયાન મળતા ન હોવાના કારણે તેમના કુટુંબીજનો પરેશભાઈ સાવલિયા વગેરે તેઓને શોધી રહ્યા હતા, દરમિયાન પીપરટોળા પાસેથી સૌ પ્રથમ તેઓનું બાઈક ઘોડી ચડાવેલું મળી આવ્યું હતું, અને બાઈકથી થોદે દૂર જ દિનેશભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો.